Home /News /gujarat /

પેટાજ્ઞાતિના કારણે એક મહિલાએ પતિ સાથે રહેવાનો કર્યો ઈન્કાર, કોર્ટે પતિને 10 હજાર ચૂકવવાનો આદેશ કર્યો

પેટાજ્ઞાતિના કારણે એક મહિલાએ પતિ સાથે રહેવાનો કર્યો ઈન્કાર, કોર્ટે પતિને 10 હજાર ચૂકવવાનો આદેશ કર્યો

કોર્ટની પ્રતીકાત્મક તસવીર

Gujarat Court case: એક ઓર્ડરમાં જજોએ કહ્યું છે કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે, આ પ્રકારના કટ્ટરપંથી વલણ અને જાતિ ભેદભાવની સંકુચિત દ્રષ્ટિથી યુવાનોનું જીવન બરબાદ થઈ રહ્યું છે.

  અમદાવાદ: એક મહિલા જેણે માત્ર અલગ જ્ઞાતિના હોવાને કારણે તેના પતિને છોડી દીધો હતો. નોંધનીય છે કે, પતિ પતિની (husband wife) વચ્ચે કોઈ અણબનાવ બન્યો ન હતો સાથે જ પત્નીને પતિ તરફથી કોઈ ફરિયાદ પણ ન હતી. છતાં આ પ્રકારના વ્યવહાર સામે પત્નીને ગુજરાત હાઈકોર્ટ (Gujarat HC) દ્વારા પતિને રૂ. 10,000 ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

  કોર્ટે અવલોકન કર્યું કે, પતિને છોડવા માટે પત્ની જે વાતને આધારભૂત ગણાવી છે તે ગેરવ્યાજબી છે. આ પ્રકારનુ કારણ અનસસ્ટેઈનેબલ છે. જોકે આ તમામ કાર્યવાહી દરમ્યાન જ્યારે જજ સામે પતિ ભાવનાત્મક રીતે ભાંગી પડ્યો હતો, ત્યારે પત્ની પોતાના નિર્ણય પર મકક્મ રહી હતી.

  મહિલાએ કોર્ટમાં નારાજગી સાથે જણાવ્યું કે, પોતે પોતાના માતાપિતાના દબાણ હેઠળ આવીને આ પ્રકારનો નિર્ણય કર્યો છે. મહિલાએ જણાવ્યું કે, પતિ અન્ય જ્ઞાતિનો હોવાને કારણે તેના માતા પિતા આ સંબંધથી નાખુશ હતા. સાબરકાંઠાના દંપતીએ ચાર વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ આ વર્ષની શરૂઆતમાં લગ્ન કર્યા હતા. આ બંને પતિ અને પત્ની તરીકે ચાર દિવસ સાથે રહ્યા પછી મહિલા તેના માતાપિતા પાસે ગઈ અને પછી પાછી ફરી નહીં. પતિએ એડવોકેટ હિમાનીશ જાપી મારફત પત્નીની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પગલે કોર્ટે મહિલાને સમન્સ પાઠવ્યું હતું.

  આ પણ વાંચો - સિંગલ ઈન્ડિયન ફાધરે શેર કરી સગર્ભા દીકરીની સંભાળની કહાની, એકદમ હૃદયસ્પર્શી છે

  મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, તેના પતિમાં કોઈ દોષ નથી કે તેની તરફથી તેને કોઈ તકલીફ પણ નથી છતા, તે આ લગ્નેતર સંબંધો આગળ વધારવા માંગતી નથી.

  જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની બેચે નોંધ્યું કે, મહિલાને તેના આ પ્રકારના નિર્ણયમાં તેના માતાપિતા તરફથી સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જોકે, કોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યો છે કે, ચાર વર્ષની કોર્ટશિપ પછી મહિલાએ આ નિર્ણય લીધો હતો.

  આ પણ વાંચો - રાજકોટ: ભાજપ આગેવાનના ઘરમાં વીજચોરી ઝડપાતા PGVCLના કર્મચારીઓ પર થયો હુમલો

  જજોએ યુવાનોના જીવન પર આ પ્રકારની જાતિ પ્રથાના પ્રભાવની નિંદા કરી અને કહ્યું કે, શિક્ષણ પણ તેમનામાં સમજદારી લાવી શક્યું નથી.

  એક ઓર્ડરમાં જજોએ કહ્યું છે કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે, આ પ્રકારના કટ્ટરપંથી વલણ અને જાતિ ભેદભાવની સંકુચિત દ્રષ્ટિથી યુવાનોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. સાથે જ પોતાને વડીલો ગણાવતા અને યુવાનોને માર્ગદર્શન આપતા લોકો બેજવાબદાર વર્તન કરી રહ્યાં છે.

  તે પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેઓ યુવા પેઢીના જીવનને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડતા નથી. ઉલ્લેખનીય છે કે, બંને પક્ષો પટેલ સમુદાયના હતા, પરંતુ તેમની પેટા જાતિઓ અલગ-અલગ હતી.

  કોર્ટે મહિલાને બે દિવસ માટે શેલ્ટર હોમમાં મોકલી હતી, પરંતુ તે મક્કમ રહી અને પોતાના નિર્ણય પર અડી રહી હતી. મહિલાનુ આ પ્રકારનું વર્તન જોઈને પતિ ન્યાયાધીશો સમક્ષ તૂટી પડ્યો હતો.

  જજોએ દંપતીને કાનૂની ઉપાયો માટે યોગ્ય ફોરમમાં જવા કહ્યું સાથે જ પત્ની અને તેના પિતાને અરજદાર પતિને રૂ. 10,000 ચૂકવવા આદેશ આપ્યો: “અરજીકર્તા તેની તમામ આશાઓ, આકાંક્ષાઓ અને સપનાઓ સાથે આ કોર્ટમાં આવ્યો હતો. અમારો મક્કમ અભિપ્રાય છે કે જણાવવામાં આવેલું આ કારણ ગેરવાજબી આધાર અને બિનસત્તાવાર છે. અમે ખાનગી પિટીશનર્સ પાસેથી અરજદારને રૂ. 10,000નો ખર્ચ આપવા માટે આદેશ આપીએ છીએ.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

  આગામી સમાચાર