Home /News /gujarat /

લાંચ કેસમાં ફરાર Dy.SP જે. એમ.ભરવાડની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

લાંચ કેસમાં ફરાર Dy.SP જે. એમ.ભરવાડની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ તસવીર)

આઠ લાખ રૂપિયાના લાંચ પ્રકરણમાં ફરાર આરોપી અને જેતપુરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (Dy.SP)જે. એમ.ભરવાડે દાખલ કરેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે

    સંજય જોશી:

    અમદાવાદ: આઠ લાખ રૂપિયાના લાંચ પ્રકરણમાં ફરાર આરોપી અને જેતપુરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (Dy.SP)જે. એમ.ભરવાડે દાખલ કરેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

    રાજ્ય સરકારે જામીન અરજીના વિરૂદ્ધમાં રજૂઆત કરી હતી કે, ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે અને તેમની સામે પ્રથમ દર્શનીય રીતે કેસ બનતો હોવાથી તેમને જામીન ન મળવા જોઈએ. જે.એમ. ભરવાડ આ કેસમાં હાલ ફરાર છે. તેમની રજૂઆત છે કે, પોલીસ અધિકારી તરીકેનો તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે તેથી તેમને જામીન મળવા જોઈએ.

    અરજદાર જે.એમ. ભરવાડની રજૂઆત હતી કે તેઓ નિર્દોષ છે, અને આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જેતપુરમાં નોંધાયેલા લાંચ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેઓ 22 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસ સબ ઈન્સપેક્ટરમાંથી પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ ઇન્સપેક્ટરમાંથી ડી.વાય.એસ.પી. તરીકે તેમણે પ્રમોશન મેળવ્યું છે અને તેમની કામગીરીનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે. તેથી તેમને આગોતરા જામીન મળવા જોઇએ.

    રાજ્ય સરકારે જામીન અરજીના વિરોધમાં રજૂઆત કરી હતી કે, કેસની FIR નોંધાયા બાદથી આરોપી અધિકારી ફરાર છે. તેમની સામે પ્રથમ દર્શનીય રીતે ગુનો બને છે. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તેમની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે.

    બુધવારની સુનાવણીમાં કોર્ટનું જામીન ન આપવાનું વલણ જોઈને જે.એમ.ભરવાડના વકીલે અરજી પરત ખેંચવાની તૈયારી દર્શાવી હતી.
    પરંતુ ત્યારબાદ તેમણે કોર્ટને કહ્યું હતું કે, વધુ સૂચનો રજૂ કરવા માટે તેમને સમય આપવામાં આવે. જે.એમ. ભરવાડની હેઠળ ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ જે.એમ.ભરવાડ વતી રૂપિયા આઠ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હોવાની ફરિયાદ એ.સી.બી.એ નોંધી છે.

    હથિયારના ગુનામાં ઝડપાયેલા આરોપીને માર ન મારવાના રૂપિયા આઠ લાખ માંગવામાં આવતા ACBમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    ધોરાજી સેશન્સ કોર્ટે આ કેસમાં જે.એમ.ભરવાડના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત આઠમી ઓગસ્ટે સોલા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને એક બિનવારસી કાર મળી હતી. કારમાંથી પોલીસનો યુનિફોર્મ મળ્યો હતો અને તપાસ કરતા આ કાર જે.એમ. ભરવાડની હોવાનું બહાર આવ્યું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: એસીબી, ગુજરાત, પોલીસ`, હાઇકોર્ટ

    આગામી સમાચાર