Home /News /gujarat /જૂન સુધીમાં શાળાઓમાં CCTV લગાડવાની બાયધરી સરકાર રજૂ કરેઃ ગુજરાત HC

જૂન સુધીમાં શાળાઓમાં CCTV લગાડવાની બાયધરી સરકાર રજૂ કરેઃ ગુજરાત HC

ફાઇલ તસવીર

હાઇકોર્ટે રાજ્ય સરકારને આગામી જૂન મહિના સુધીમાં ખાનગી, સરકારી અને સહકારી તમામ શાળાઓમાં સીસીટીવી કેમરા લગાડશે એવી બાહેધરી રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

    સંયજ જોષી, અમદાવાદઃ બાળકો પર વધતા હુમલા અને ગુરુગ્રામની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર દેશમાં શાળામાં સીસીટીવી કેમરા લગાડવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તેનું યોગ્ય અમલીકરણ ન કરાતા આ મુદ્દે દાખલ કરાયેલી અરજી અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આગામી જૂન મહિના સુધીમાં ખાનગી, સરકારી અને સહકારી તમામ શાળાઓમાં સીસીટીવી કેમરા લગાડશે એવી બાહેધરી રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી 17મી જૂનના રોજ હાથ ધરાશે.

    રાજ્ય સરકાર દ્વારા જે સોગંદનામું દાખલ કરવામાં આવે તેમાં કેટલા સીસીટીવી કેમરા અને કુલ કેટલો ખર્ચ થશે સહિતની તમામ નાણાકીય વિગતો રજૂ કરવાનો આદેશ હાઇકોર્ટે આદેશ આપ્યો છે..

    અરજદારનો આક્ષેપ છે કે વર્ષ 2012માં જ્યારે પોકસો એકટ લાગુ કરવામાં આવ્યું ત્યારથી બાળકો પર થતા શારારીક ગુનામાં વધારો જોવા મળ્યો છે. ગુરુગ્રામ અને દિલ્હીમાં અગાઉ એવી ઘટના બની છે જેમાં વિધાર્થીઓની હત્યા કરી દેવામાં આવી હતી જેથી બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળામાં સીસીટીવી કેમરા લગાડવામાં આવે.

    શાળામાં યોગ્ય રીતે ભણતરની પ્રવુતિઓ અને શિક્ષકો નિયમિત આવે છે કે કેમ, ખાસ કરીને સરકારી શાળામાં તેના પર નજર રાખી શકાય.. પરીક્ષા દરમિયાન ક્લાસરૂમમાં થતી ચોરીની ઘટના પણ અટકશે એવી અરજદારે રજુઆત કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat Government, Schools, આદેશ, ગુજરાત હાઇકોર્ટ, સીસીટીવી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन