Home /News /gujarat /

હાઈકોર્ટે AMCને કરી ટકોર, ટ્રાફિક-રસ્તાની સમસ્યા કોર્પોરેશનને કેમ નથી દેખાતી

હાઈકોર્ટે AMCને કરી ટકોર, ટ્રાફિક-રસ્તાની સમસ્યા કોર્પોરેશનને કેમ નથી દેખાતી

    અમદાવાદમાં બિસ્માર રસ્તા મુદ્દે થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે એએમસીને ટકોર કરી કે, ટ્રાફિકના નિયમનમાં અડચણરૂપ બાબતોની ઓળખ કરી તેને દૂર કરવામાં આવે, અને ટ્રાફિક નિયમોનો અમલ કરાવો. ટ્રાફિકની સમસ્યાના મુદ્દાનો અભ્યાસ કરો અને તે માટે જરૂરી પગલા લો.

    હાઈકોર્ટે એ પણ કહ્યુ છે કે, દરરોજની સમસ્યાઓ કોર્ટના જજને દેખાય છે તો કોર્પોરેશનને અને તેના અધિકારીઓને શા માટે તે દેખાતી નથી. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર પાસેથી વસુલવામાં આવતી દંડની રકમનો ઉપયોગ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વાપરવામાં આવે.

    સુનાવણી દરમિયાન, એએમસીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે કે, શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે યુનિફાઈડ અર્બન મોબિલિટી ઓથોરિટી રચવા અંગે કામગીરી થઈ રહી છે. આ માટે 50 ટ્રાફિક જંકશનનો અભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત, 452 નવા કાઉન્ટડાઉન ટાઈમર પણ મૂકવામાં આવ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Damage road, Hearing, ગુજરાત હાઇકોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन