ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો કાલે આપ્યો છે. બનાસકાંઠાનાં વાવ તાલુકાનાં કોટડી ગામનાં દંપતીને છ મહિના સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો છે. છ મહિના પછી શું આદેશ આપશે તે ત્યારની પરિસ્થિતિ જોઇને નિર્ણય લેવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે વર્ષ 2016માં કોટડી ગામમાં રહેતા મેવાડા સમાજનાં યુવક અને પટેલ સમાજની યુવતીએ વચ્ચે પ્રેમ પાંગરતા તેમણે લગ્ન કર્યા હતાં. જેના કારણે યુવતીનો પરિવાર તેમનાથી ગુસ્સે ભરાયો હતો. જે બાદ પરિવારે હિંસક પગલું ભરતા યુવકનાં ઘર પર હુમલો કરીને તેનાં માતા પિતાને ઘરમાં પુરીને માર માર્યો હતો.
ત્યારે યુવતી ગામમાં આવશે તો તેને સળગાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે આ પ્રેમલગ્ન કરીને દંપતી 3 વર્ષ માટે અમદાવાદમાં છુપાઇને નાસતા ફરતા હતાં. જેથી તેઓએ પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી. પરંતુ તેમાં પણ કંઇ સફળતા ન મળતા હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી.
અરજદારે રજૂઆત કરી હતી કે, આ દંપતીને એક વર્ષનો બાળક છે.. ડરના કારણે આ દંપતી ગામમાં જઇ શકતું નથી. જેથી તેમને પોલીસ પ્રોટેકશન પુરું પાડવામાં આવે તેમ જણાવ્યું હતું. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ઉક્ત હુક્મ કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર