Home /News /gujarat /

નિવૃત IPS ઓફિસર રજનીશ રાયને અપાયેલી રાહત ગુજરાત હાઇકોર્ટે લંબાવી

નિવૃત IPS ઓફિસર રજનીશ રાયને અપાયેલી રાહત ગુજરાત હાઇકોર્ટે લંબાવી

રજનીશ રાય (ફાઇલ ફોટો)

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનારા અને સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લેનારા ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી રજનીશ રાય (Rajnish Rai) ની સ્વૈચ્છિક નિવૃત્તિ મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) રાહત લંબાવી છે

  સંજય જોશી

  અમદાવાદ: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનારા અને સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લેનારા ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી રજનીશ રાય (Rajnish Rai) ની સ્વૈચ્છિક નિવૃત્તિ મામલે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) રાહત લંબાવી છે. આ કેસની વધુ સુનાવણી હવે પછી 23 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ તથા જસ્ટિસ એ.પી ઠાકરની ખંડપીઠે રજનીશ રાયના રાજીનામાની અરજી અંગે વધુ ગૂંચવણ ઉભી ન થાય તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારને તેમની વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી અંગે યથાસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો.

  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) અમદાવાદમાં થયેલી રજનીશ રાયની નિમણૂક અંગે હસ્તક્ષેપ નહીં કરવાની સલાહ આપી હતી.

  બીજીતરફ રજનીશ રાયે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રીબ્યુનલ (CAT)સમક્ષ કરેલી અરજી પર સુનાવણી માટે પણ 23 સપ્ટેમ્બર મુકરર કરાઇ છે.

  રજનીશ રાય છેલ્લે આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં આવેલી સી.આર.પી.એફ.(CRPF) ની કાઉન્ટર ઈમરજન્સી એન્ડ એન્ટી ટેરરિઝમ સ્કૂલમાં આઈ. જી. (Inspector General of police) તરીકે ફરજ બજાવતા હતા.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: IIM-A, Relief, આઇપીએસ ઓફિસર, ગુજરાત હાઇકોર્ટ

  આગામી સમાચાર