પાસ કન્વિનર હાર્દિક પટેલના પિતરાઇ ભાઇને રૂ.30 લાખ આપવાનો વીડિયો વાયરલ થતાં પાટીદારોમાં બે ફાડીયા પડ્યા છે આ સંજોગોમાં હાર્દિક પટેલે આજે આઇબીએન 7 સાથે એક્સક્લુસિવ વાતચીત કરતાં આ મામલે સ્પષ્ટતાઓ કરી હતી.
પાસ કન્વિનર હાર્દિક પટેલના પિતરાઇ ભાઇને રૂ.30 લાખ આપવાનો વીડિયો વાયરલ થતાં પાટીદારોમાં બે ફાડીયા પડ્યા છે આ સંજોગોમાં હાર્દિક પટેલે આજે આઇબીએન 7 સાથે એક્સક્લુસિવ વાતચીત કરતાં આ મામલે સ્પષ્ટતાઓ કરી હતી.
નવી દિલ્હી #પાસ કન્વિનર હાર્દિક પટેલના પિતરાઇ ભાઇને રૂ.30 લાખ આપવાનો વીડિયો વાયરલ થતાં પાટીદારોમાં બે ફાડીયા પડ્યા છે આ સંજોગોમાં હાર્દિક પટેલે આજે આઇબીએન 7 સાથે એક્સક્લુસિવ વાતચીત કરતાં આ મામલે સ્પષ્ટતાઓ કરી હતી.
સુરતમાં આજે યોજાયેલા ભાજપના મહાસંમેલન પૂર્વે હાર્દિક પટેલના પિતરાઇ ભાઇ રવિ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે. આ વીડિયોમાં રવિ પટેલ મુકેશ પટેલના ઘરે રૂ. 30 લાખ સ્વીકારતો દેખાય છે.
આ વીડિયો વાયરલ થતાં હાર્દિક પટેલ સામે ગંભીર આરોપો થવા લાગ્યા છે. જે મામલે હાર્દિક પટેલે આજે દેશની નંબર વન ચેનલ આઇબીએન7 સાથે ખાસ વાતચીત કરી હતી અને સ્પષ્ટતા કરી હતી.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પૈસાની લેતીદેતીની જે વાત છે એ વખતે તો હું રાજદ્રોહના ગુનામાં સુરતની જેલમાં બંધ હતો અને વીડિયોમાં હું છું પણ નથી. પરિવારના કોઇ વ્યક્તિ સાથે જોડીને આ વાત કરવી ખોટી છે. મુકેશ પટેલ એ વખતે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે સમાધાન માટે મધ્યસ્થી કરી રહ્યા હતા. એમાં અમારે કંઇ લેવા દેવા નથી. આ પૈસા રવિએ કેમ લીધા એને મારી સાથે કોઇ લેવા દેવા નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર