રાજદ્રોહ સહિતના ગંભીર ગુનાઓના કેસમાં પાસ નેતા હાર્દિક પટેલને કોર્ટે શરતી જામીન આપ્યા છે. જેને પગલે હાર્દિક પટેલની જેલ મુક્ત થવાની ઘડીઓ ગણાઇ રહી છે. આ સંજોગોમાં 15મી જુલાઇએ હાર્દિક પટેલ જેલ મુક્ત થાય એવી વિગતો સામે આવી રહી છે.

અમદાવાદ #રાજદ્રોહ સહિતના ગંભીર ગુનાઓના કેસમાં પાસ નેતા હાર્દિક પટેલને કોર્ટે શરતી જામીન આપ્યા છે. જેને પગલે હાર્દિક પટેલની જેલ મુક્ત થવાની ઘડીઓ ગણાઇ રહી છે. આ સંજોગોમાં 15મી જુલાઇએ હાર્દિક પટેલ જેલ મુક્ત થશે જેના સામૈયા માટે મોટી સંખ્યામાં પાટીદારો લાજપોર જશે એવું પાસ કન્વિનરે જણાવ્યું છે.
હાર્દિક પટેલને કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કરતાં પાટીદારોમાં વગર દિવાળીએ દિવાળી જેવો માહોલ છવાયો છે. ઉત્તર ગુજરાત પાસ કન્વીનર નરેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ 15મી જુલાઇએ જેલમાંથી મુક્ત થશે અને હાર્દિક પટેલના સામૈયા માટે મોટી સંખ્યામાં પાટીદારો લાજપોર જેલ જશે.
અહીં નોંધનિય છે કે, રાજદ્રોહના ગુનામાં કોર્ટે છ માસ રાજ્ય બહાર રહેવાની શરતે જામીન આપ્યા છે તો વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનામાં નવ માસ મહેસાણા જિલ્લા બહાર રહેવા સહિતની અન્ય શરતોને આધીન જામીન આપ્યા છે.