Home /News /gujarat /

પાટીદાર અનામત આંદોલન: પાસ-સરકારની મંત્રણા પડી ભાંગી, વધુ એક વાર લોલીપોપ

પાટીદાર અનામત આંદોલન: પાસ-સરકારની મંત્રણા પડી ભાંગી, વધુ એક વાર લોલીપોપ

પાટીદાર અનામત આંદોલનને લઇને આજે પાસ અને સરકાર વચ્ચે બેઠક મળી હતી. જોકે બંને વચ્ચેની આ મંત્રણા પડી ભાંગી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા પાસની માંગણીઓ સ્વીકારવામાં આવ્યો નથી. જેને પગલે પાસ કાર્યકરો દ્વારા બેઠક બાદ વિરોધ પણ કરાયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #પાટીદાર અનામત આંદોલનને લઇને આજે પાસ અને સરકાર વચ્ચે બેઠક મળી હતી. જોકે બંને વચ્ચેની આ મંત્રણા પડી ભાંગી હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા પાસની માંગણીઓ સ્વીકારવામાં આવ્યો નથી. જેને પગલે પાસ કાર્યકરો દ્વારા બેઠક બાદ વિરોધ પણ કરાયો હતો.

પાટીદાર અનામત આંદોલન મામલે સમાધાનનો રસ્તો કાઢવા માટે સરકાર દ્વારા પહેલા કરવામાં આવી હતી અને પાસ નેતાઓ સાથે આજે બેઠક કરવામાં આવી હતી. જોકે આ બેઠક અસફળ રહી છે.

વાંચો: હાર્દિક પટેલનું શું કહેવું છે?

બેઠક બાદ પાસ નેતા વરૂણ પટેલે આક્રોષ વ્યક્ત કર્યો હતો કે, સરકાર કોઇ તૈયારી વગર જ બેઠી હતી. અમે તૈયારી સાથે ગયા હતા પરંતુ સરકારે અમારી માંગણીઓ સ્વીકારી નથી અને લોલીપોલની જ વાત છે.

જુઓ, મંત્રી નિતિન પટેલ શું કહી રહ્યા? જાણો

સરકાર સાથેની બેઠકમાં ખાસ કંઇ માખણ ન નીકળતાં પાસ નેતાઓ અને કાર્યકરોમાં ભારે કચવાટ પ્રસર્યો હતો અને હાથમાં લોલીપોપ બતાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

સરકાર અમારી કસોટી ના કરે

પાસ નેતા વરૂણ પટેલે બેઠક બાદ ભારે રોષ ઠાલવ્યો હતો. એમણે સરકાર સામે ચીમકી પણ ઉચ્ચારી હતી કે પાટીદારોની કસોટી ના કરવામાં આવે. પાટીદાર અનામત માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે અને આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને રોજગારી સહિતના લાભ મળવા જોઇએ તેમજ દમન માટેના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરાવા જોઇએ.
First published:

Tags: અનામત આંદોલન, ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, પાસ, વરૂણ પટેલ, હાર્દિક પટેલ

આગામી સમાચાર