Home /News /gujarat /

Paper leak : વિપક્ષ નેતા સુખરામ રાઠવાના સરકાર પર આકરા પ્રહાર, 'આમા કોઇ મંત્રી સંડોવાયેલા છે કે શું?'

Paper leak : વિપક્ષ નેતા સુખરામ રાઠવાના સરકાર પર આકરા પ્રહાર, 'આમા કોઇ મંત્રી સંડોવાયેલા છે કે શું?'

સુખરામ રાઠવા

Gujarat Congress on Paper leak: 'ગુજરાતના યુવાનો જાગી જાવ, તમે જેના માટે મહેનત કરો છો, તેની સામે તમને સરકાર પાસેથી રોજગારી કે સારી નોકરી મળવાની નથી.'

    ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું (head cleark exam) પેપર લીક થયાનો (Paper leak) સનસનીખેજ આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે એકબાજુ રાજ્ય સરકારે મિટિંગનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે બીજુ બાજુ વિપક્ષ નેતા (Gujarat Congress leader) સુખરામ રાઠવાએ (Sukhram Rathva) રાજ્ય સરકાર પર અનેક પ્રહારો કર્યા છે. તેમણે સણસણતો આક્ષેપ લગાવતા સવાલ કર્યો છે કે, આ કાંડમાં સરકારનો કોઇ નેતા સંડોવાયેલો છે કે શું? જેથી આમા કોઇ હજી સુધી એફઆઈઆર (FIR in Paper leak) થતી નથી. નોંધનીય છે કે, આવા આક્ષેપો બાદ હર્ષ સંઘવીએ પ્રેસકોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે પ્રાંતિજમાં એફઆઈઆર નોંધાયેલી છે.

    'સરકાર પાસે કેવી અપેક્ષા રાખો છો કે, તમને નોકરી આપશે? '

    વિપક્ષ નેતા, સુખરામ રાઠવાએ પેપર લીક મામલે સરકારને આડે હાથે લેતા અનેક હુમલા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતના યુવાનો જાગી જાવ, તમે જેના માટે મહેનત કરો છો, તેની સામે તમને સરકાર પાસેથી રોજગારી કે સારી નોકરી મળવાની નથી. તમે જાણો છો, હાલમાં થોડા દિવસ પહેલા ગૌણ પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી તેમાં પેપર લીક થયુ છે. સરકારે સ્વીકાર કર્યો છે કે, આ સાચી વાત છે. આવી તો અનેક ઘટનાઓ બની છે. 2016 મુખ્ય સેવિકાનું પેપર ફૂટ્યું, 2017માં તલાટીઓનું પેપર ફૂટ્યું, ટાટ અને ટેટ બંને પેપર ફૂટ્યા, 2018માં જંગલખાતાની પરીક્ષા લેવાની હતી તે કેન્સલ થઇ, એલઆરડીની પરીક્ષાનું પેપર ફૂટ્યું, 2019માં સચિવાલયમાં કારકૂન લેવાના હતા તે પેપર ફૂટયા, છેલ્લે છેલ્લે સબ એડિટરની જગ્યા પડી હતી તે પેપર પણ ફૂટ્યું અને હવે આ તાજો દાખલો છે કે, આ પરીક્ષાનું પેપર પણ ફુટ્યું. તમે સરકાર પાસે કેવી અપેક્ષા રાખો છો કે, તમને નોકરી આપશે? મને તો લાગે છે કે, સરકારની જે મુરાદ છે તે ખોટી છે.

    'સરકારનો કયો મંત્રી આમા સામેલ છે જેના કારણે તેઓ એફઆઇઆર કરતા નથી'

    તેમણે વધુમાં પ્રહાર કરતા જણાવ્યું કે, આ સરકાર યુવાનોને રોજગારી આપવાને બદલે આવા કૌભાંડો કરવાના અને ગૌણ પસંદગી મંડળ આવું ભ્રષ્ટાચારથી ખદબદતું તંત્ર થયું છે. તેવા સંજોગોમાં સરકારે તપાસ કરાવવી જોઇએ. માણસો પકડાઇ ગયા, કોણે કોણે શું કર્યું હતુ તે પકડાઇ ગયું. સરકાર હવે કોને છાવરે છે હજું? સરકારનો કયો મંત્રી આમા સામેલ છે જેના કારણે તેઓ એફઆઇઆર કરતા નથી.



    હું આ માધ્યમથી સરકારને કહું છું કે, જે કોઇપણ ચમરબંધી હોય તેની સામે ફરિયાદ દાખલ કરો. અમારા ગુજરાતના યુવાનો તમારી પાસે રોજગારી ઇચ્છે છે તેના બદલે તમે તેને ટટળાવો છો તે વાજબી નથી. સરકારને પાઠ ભણાવવો હશે તો યુવાનોને કામે લાગવું પડશે અને 2022ની ચૂંટણીમાં બતાવી દેવું પડશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: GSSSB, Gujaart Congress, Gujarat Politics, Paper leak, ગુજરાત

    આગામી સમાચાર