Home /News /gujarat /

કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે શાળાઓમાં ધો. 9થી12ની પ્રથમ પરીક્ષા શરૂ

કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે શાળાઓમાં ધો. 9થી12ની પ્રથમ પરીક્ષા શરૂ

શાળામાં આજથી ઓફલાઇન પરીક્ષા શરૂ

Offline Exams: કોવિડ ગાઈડલાઈન સાથે પરીક્ષા લેેવાઇ રહી છે.

અમદાવાદ; કોરોનાના કેસ ઘટતા રાજ્યભરની શાળાઓમાં ગત જૂન માસથી ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. જે અંતર્ગત આ વખતની પ્રથમ પરીક્ષા શાળાઓમાં શરૂ થઈ છે. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે આ પરીક્ષા લેવાઈ રહી છે. તેવામાં છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ અને ઘરે બેઠા પરીક્ષા આપી રહેલા વિધાર્થીઓ માટે આ શાળાઓમાં આ પ્રથમ પરીક્ષા ખરા અર્થમાં કસોટી સાબિત થવાની છે.  રાજ્યભરમાં શાળાઓમાં ધોરણ 9થી 12 ના વિધાર્થીની પ્રથમ કસોટી લેવાઈ રહી છે.

કોરોનાના કેસ ઘટતા શાળાઓમાં રાબેતા મુજબ ઓફલાઇન શિક્ષણ ગત જૂન માસથી શરૂ થયું છે. જોકે, તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગે વિધાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. જેને પગલે શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી હતી. બીજીતરફ ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિધાર્થી છેલ્લા બે વર્ષથી માસ પ્રમોશન મેળવી રહ્યા છે.  જેથી આ વિધાર્થીઓ માટે આ પરીક્ષા કસોટી સમાન સાબિત થવાની છે. કારણ કે, પાછલા બે વર્ષમાં આ પરીક્ષા લેવાતી હતી પરંતુ શાળાઓ દ્વારા વિધાર્થીઓ ઘરે બેઠા પરીક્ષા આપી રહ્યા હતા.

પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ


જ્યારે હવે વિધાર્થીએ શાળામાં ઓફલાઇન હાજર રહીને પરીક્ષા આપવાની છે. જેથી વિધાર્થીઓ માટે તે વધુ અઘરું પડશે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી વિજયનગર સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ પાઠક જણાવે છે કે,  ધોરણ 9થી 12ના વિધાર્થીની આ પરીક્ષામાં અલગ અલગ સેશનમાં આ પરીક્ષા લેવાઈ રહી છે. પ્રથમ સેશનમાં ધોરણ 10  અને ધોરણ 12 જ્યારે બીજા સેશનમાં ધોરણ 9 અને 11 ની પરીક્ષા લેવાશે. આ દરમિયાન કોવિડ ગાઈડલાઈનું પાલન કરવામાં આવશે.



મહત્વનું છે કે શિક્ષણ વિભાગે અગાઉ ધોરણ 9થી12ની પરીક્ષા માટે બોર્ડ દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કર્યા હતા. બાદમાં પરિપત્ર કરી શાળાઓ દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવાની છૂટછાટ આપી હતી. જે અંતર્ગત શાળાઓ દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરીને પણ આ પરીક્ષા લેવાઈ રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: GSEB, ગુજરાત, શિક્ષણ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन