Home /News /gujarat /

ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો - કયા જીલ્લામાં કેટલા ટકા મતદાન

ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો - કયા જીલ્લામાં કેટલા ટકા મતદાન

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં ગ્રામ પચાયત માટે રવિવારે મતદાન યોજાયું. રાજ્યમાં 1425 ગ્રામ પંચાયત પૈકી 214 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા 1153 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. એક-બે સ્થળો બાકાત રાખીએ તો તમામ બેઠક પર શાંતીપૂર્ણ મતદાન યોજાયું છે. હવે એ જોઈએ કે કયા જીલ્લામાં કેટલા ટકા મતદાન નોંધાયું.

- અરવલ્લી જિલ્લાની 62 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 78 ટકા મતદાન
- વલસાડ જિલ્લાની 10 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 65 ટકા મતદાન
- મોરબી જિલ્લામાં 8 ગ્રામ પંચાયતમાં 73.25 ટકા મતદાન
- મહેસાણા જિલ્લાની 16 ગ્રામ પંચાયતમાં 78.20 ટકા મતદાન
- ખેડાની 10 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 81.99 ટકા મતદાન
- બનાસકાંઠાની 5 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 87 ટકા મતદાન
- પાટણની 17 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 85.78 ટકા મતદાન

ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. રાજ્યની 1211 ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોનું ભાવી સીલ થઈ ગયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકોએ જંગી મતદાન કર્યું છે. હવે 6 ફેબ્રુઆરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આ બાજુ દાહોદથી સમાચાર મળી રહ્યા છે કે, લીમખેડાની ગોરીયા ગ્રામ પંચાયતની ચૂ્ંટણીમાં પુનઃમતદાન થશે. અહીં સરપંચની પેટાચૂંટણી માટે આવતીકાલે ફરી મતદાન કરવામાં આવશે. કંટ્રોલ યુનિટની ડિસ્પ્લેમાં ખામી સર્જાતા ચૂંટણીપંચે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ
રાજકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, અહીં રાજકોટ જિલ્લાની 19 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું. વિંછીયામાં 10, જસદણમાં 5 ગ્રામ પંચાયત માટે મતદાન, ઉપલેટામાં 3, જેતપુરમાં 1 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું.

નવસારી
નવસારી ગ્રામ પંચાયતની ચૂંટણી, નવસારી જિલ્લાની 33 ગ્રામ પંચાયતો માટે મતદાન, 286 વોર્ડ અને 33 સરપંચની ચૂંટણી માટે મતદાન
કુલ 64,833 મતદારો માટે 125 મતદાન મથકો રાખવામાં આવ્યા હતા.વાંસદામાં 18, ગણદેવીમાં 10 ગ્રામ પંચાયત માટે મતદાન, જલાલપુર 2, ચીખલી 2, નવસારીમાં 1 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું.

અરવલ્લી
અરવલ્લી જિલ્લાની 62 ગ્રામ પંચાયત માટે મતદાન, મોડાસા તાલુકામાં 20 ગ્રામ પંચાયત માટે મતદાન, બાયડ તાલુકામાં 11 ગ્રામ પંચાયત માટે મતદાન, માલપુર તાલુકામાં 11 ગ્રામ પંચાયત માટે મતદાન, ધનસુરા તાલુકામાં 8 ગ્રામ પંચાયત માટે મતદાન, ભિલોડા તાલુકામાં 5 ગ્રામ પંચાયત માટે મતદાન અને મેઘરજ તાલુકામાં 5 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું.

ભરૂચ
ભરૂચ જિલ્લાની 12 ગ્રામ પંચાયત માટે મતદાન, સરપંચ અને વોર્ડ સભ્ય માટે 282 ઉમેદવારો મેદાનમાં હતા.

જામનગર
જામનગર જિલ્લાના 6 તાલુકામાં 225 ગ્રામ પંચાયત માટે મતદાન
કાલાવડ તાલુકામાં 65 ગ્રામ પંચાયતમાં મતદાન, જામજોધપુર તાલુકામાં 30 ગ્રામ પંચાયતમાં મતદાન, જોડિયા તાલુકામાં 19 ગ્રામ પંચાયતમાં મતદાન, ધ્રોલ તાલુકામાં 23 ગ્રામ પંચાયતમાં મતદાન, લાલપુર તાલુકામાં 37 ગ્રામ પંચાયતમાં મતદાન, જામનગર તાલુકામાં 51 ગ્રામ પંચાયતમાં મતદાન યોજવામાં આવ્યું

અમદાવાદ
અમદાવાદ જિલ્લાની 13 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું, જેમાં અમદાવાદ જિલ્લામાં 22માંથી 9 ગ્રામ પંચાયત સમરસ થઈ.

સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાની 65 ગ્રામ પંચાયત માટે મતદાન, હિંમતનગરમાં 19, ઈડરમાં 15 ગ્રામ પંચાયત માટે મતદાન, ખેડબ્રહ્મામાં 3, વિજયનગરમાં 3 ગ્રામ પંચાયત માટે મતદાન, વડાલી 5, પ્રાંતિજ 20, તલોદમાં 9 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાયું.

બીજીબાજુ અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે કે, માલપુરના પીપરણ ગામમાં મતદાનનો સમય પૂર્ણ થઈ ગયા બાદ પણ મતદાન હજુ ચાલુ છે. અહીં 235 મતદારોને ટોકલ આપવામાં આવ્યા. અરવલ્લી જીલ્લાની 62 ગ્રામ પંચાયત માટે મતદાન યોજવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજયની 1425 ગ્રામ પચાયત પૈકી 214 ગ્રામ પંચાયતો સમરસ જાહેર કરાઈ છે. જ્યારે 22036 સભ્ય પદ માટે ફોર્મ ભરાયા હતા, તો 5928 ફોર્મ સરપંચ પદ માટે ભરયા હતા, મહત્વની વાત એ છે કે, 1191 બેઠક ઉપર કોઇ સભ્યે ફોર્મ નથી ભરાયું.

વિગતવાર જોઈએ તો, રાજ્યમાં 1425 ગ્રામ પંચાયત પૈકી 214 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા 1153 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજવામાં આવી. જેમાં 1750 સભ્યો બિન હરિફ થયા, 1050 ગ્રામ પંચાયતો અંશતઃ બિન હરિફ જાહેર થઇ જે પૈકી 102 ગ્રામ પંચાયતના સરંપચ બિન હરિફ થયા છે. જ્યારે 4195 ગ્રામ પંચાયતના સભ્યો બિન હરિફ જાહેર થયા છે. ચોકાવનારી બાબત એ છે કે 1191 સભ્યોની બેઠક અગમ્ય કારણ સર કોઇ ફોર્મ ભરાયા નથી. જ્યારે 15 સરંપચ પદ માટે ફોર્મ નથી ભરાયા જેથી આ બેઠકો ખાલી રહેશે.

જે રીતે સભ્ય પદ માટે 22036 જ્યારે સરપંચ માટે 5928 ફોર્મ ભરાયા છે, મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીયપક્ષો
સિમ્બોલ પર લડતા નથી. જોકે પરોક્ષ રીતે રાજકીય પક્ષો પોતાના સમર્થકો ચૂંટણી જીતે તે માટે રસ લેતા હોય છે તે પણ એક વાસ્તવિકતા છે.
Published by:kiran mehta
First published:

Tags: 2018 elections, Election commission of india, Voting, ગુજરાત ચૂંટણી

આગામી સમાચાર