Home /News /gujarat /

રૂપાણી સરકાર 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે, કોને ખુશ કરશે સરકાર

રૂપાણી સરકાર 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે, કોને ખુશ કરશે સરકાર

    વિજય રૂપાણી સરકારનું બજેટ આગામી 20 ફેબ્રુઆરીએ રજૂ થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજેતરના પરિણામો બાદ બજેટમાં ગ્રામ્ય વિસ્તારો પર સરકાર ખાસ ફોક્સ રાખશે. તો જીએસટી લાગુ થયા બાદ નાણાં પ્રધાને કર આવકની પણ નવેસરથી ગણતરીઓ માંડવી પડશે.  વિજય રૂપાણી સરકારનું બજેટ આગામી 20 ફેબ્રુઆરીએ રજૂ થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજેતરના પરિણામો બાદ બજેટમાં ગ્રામ્ય વિસ્તારો પર સરકાર ખાસ ફોક્સ રાખશે. તો જીએસટી લાગુ થયા બાદ નાણાં પ્રધાને કર આવકની પણ નવેસરથી ગણતરીઓ માંડવી પડશે.

    ગુજરાત વિધાનસભાનું સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વિજય રૂપાણી સરકાર માટે જનતાને લોકપ્રિય બજેટ આપવાનો મોટો પડકાર છે. રાજ્યના નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 2018-2019ના બજેટને લઇ ક્વાયત હાથ ધરી છે.
    જેને લઈ નીતિન પટેલે,  સરકારના વિવિધ વિભાગો સાથે પરામર્શ કર્યો છે. નવી જનકલ્યાણની યોજનાઓ અંગે માટે કરી ચર્ચા, અત્યાર સુધી વેટની આવક ધ્યાનમાં રખાતી હતી, હવે જીએસટી આવ્યા બાદ બદલાઈ છે સ્થિતિ
    ગુજરાતમાં બજેટનું કદ દર વર્ષે સતત વધતું જ રહ્યું છે. 2018-19માં બજેટનું કદ 1.95 લાખ કરોડ રહે તેવી સંભાવના છે. રાજ્યના અગાઉના બજેટના કદ પર એક નજર કરીએ તો...



    રાજ્યના બજેટના કદ જેટલી જ રકમ સરકાર વિવિધ વેરા, વેરા સિવાયની આવકો અને ભારત સરકાર પાસેથી વેરાનો હિસ્સો સહાયક અનુદાન પેટે મેળવવી પડે છે. તે સિવાય ખૂટતી રકમ જાહેર દેવું કરીને ઉભી કરવી પડે છે. રાજ્યનું બજેટ જેટલું વધુ તેટલું જ આર્થિક સધ્ધર રાજ્ય માનવામાં આવે છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જાળવી રાખવા માટે સરકારે ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાતો ધ્યાનમાં રાખી મોટી જાહેરાતો કરે તેવી શક્યતા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gujarat Government, Release, બજેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन