Home /News /gujarat /સરકારની જાહેરાતઃ રૂ. 500 ચુકવો અને કપાયેલું વીજ કનેક્શન ફરી શરૂ કરો, બાકીની રકમ માફ!

સરકારની જાહેરાતઃ રૂ. 500 ચુકવો અને કપાયેલું વીજ કનેક્શન ફરી શરૂ કરો, બાકીની રકમ માફ!

વીજ બિલને લઈને સરકારની જાહેરાત

આ માટે જેમનું વીજ બિલ બાકી હોય તેમણે તારીખ 28મી ફેબ્રુઆરી, 2019 સુધી અરજી કરવાની રહેશે.

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

    ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરતા રૂ. 650 કરોડના વીજળી બિલના બાકી લેણા માફ કરી દીધા છે. જેમની વીજ બિલની રકમ બાકી છે તેમને હવે તે ભરપાઈ કરવામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. સરકારે અંદાજે 6,22,000થી વધારે વીજ ગ્રાહકોને બાકીની રકમ ભરવામાંથી મુક્તિ આપી દીધી છે.

    સરકારની જાહેરાત પ્રમાણે રૂ. 500 ચુકવીને બાકી નીકળતી બીજી રકમ સંપૂર્ણ માફ કરી દેવામાં આવશે. જો કોઈ વીજ જોડાણ બંધ હશે તો તેને ચાલુ કરી આપવામાં આવશે. વીજ જોડાણ ચાલુ હોય અને રકમ ચુકવવાની બાકી હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મળશે. 18મી ડિસેમ્બર સુધીના આવા તમામ કેસને એક વખત સંપૂર્ણ માફી યોજનાનો લાભ મળશે. આ માટે જેમનું વીજ બિલ બાકી હોય તેમણે 28મી ફેબ્રુઆરી સુધી એક અરજી કરવાની રહેશે. રૂ. 500 ચુકવતાની સાથે જ વીજળીનો જોડાણ ફરી શરૂ કરી દેવામાં આવશે.

    કોને મળશે લાભ?

    આ યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારોના રહેણાંકો, ખેતી તેમજ કોમર્શિયલ વીજ જોડાણોને મળશે. શહેરી વિસ્તારોમાં આવતા ઇન્ડસ્ટ્રીયલ વીજ જોડાણોને આ યોજનાનો લાભ નહીં મળી શકે.

    આ પણ વાંચોઃ ગુજરાત સહિત 5 રાજ્યમાં મોંઘી થશે વીજળી, આવુ છે કારણ

    ઉર્જા મંત્રીએ કરી જાહેરાત

    રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે આ સંદર્ભે જણાવ્‍યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને "એક વખતની સંપૂર્ણ માફી યોજના" નો લાભ મળશે. રાજય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇ, રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણોની ભરપાઇ કરવાની બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાં રાહત આપતી માફી યોજનાની જાહેરાત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધેલ છે. તદઅનુસાર ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો વાળા વીજ ગ્રાહકો તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે. માત્ર રૂ. 500 ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્‍યાજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી, નવીન વીજળી જોડાણ મેળવી શકશે."

    વીડિયો જુઓઃ રાજ્ય સરકારના વીજ ચોરી બીલ માફના નિર્ણયને કોંગ્રેસે લોલીપોપ ગણાવ્યો

    પોતાના નામે મળશે વીજ જોડાણ

    ઉર્જા મંત્રીએ જણાવ્‍યું હતુ કે, "આ માફી યોજનામાં લાભ લેનારા વીજ ગ્રાહકોમાં જે વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા કારણોસર વીજ ચોરીના કેસ કરવામાં આવેલ હોય તેમજ જે ગ્રાહકો આર્થિક પરિસ્‍થિતિના કારણે કે અન્‍ય કોઇપણ કારણસર વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા કલમ 126 અને 135 હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગ્રાહકોમાંથી ઘણાં વીજ ગ્રાહકોના વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા છે. આવા તમામ ગ્રાહકોને ફરીથી વીજ જોડાણ મળી શકશે. એટલું જ નહી, જેમના વીજ જોડાણો કપાઇ ગયેલા છે તેવા તમામ ગ્રાહકો માટે પણ આ યોજનાનો લાભ ઉપલબ્‍ધ થશે. આ યોજનાને પરિણામે પ્રજાજનોને પોતાના નામે વીજ જોડાણો મળશે.

    અત્રે ઉલ્‍લેખનીય છે કે, "એક વખતની સંપૂર્ણ માફી યોજના"નો લાભ તા. 18/12/2018 સુધીના નિર્દિષ્‍ટ તમામ પ્રકારના વીજ ગ્રાહકોને આપવામાં આવશે અને આ યોજનાનો અમલ તા. 19/12/2018 થી તા. 28/02/2019૯ સુધી એટલે કે બે માસ સુધી ચાલુ રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Electricity, GEB, Saurabh patel, Vijay Rupani, ગુજરાત, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन