Home /News /gujarat /

મગફળી પછી રાજ્ય સરકાર હવે મગ અને અડદ ટેકાનાં ભાવે ખરીદશે

મગફળી પછી રાજ્ય સરકાર હવે મગ અને અડદ ટેકાનાં ભાવે ખરીદશે

પ્રતિકાત્મક તસવીર

    ગુજરાત સરકાર હવે ખેડૂતો પાસેથી મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. સરકાર દ્વારા હાલ ડાંગ મકાઇ, બાજરી, તથા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરી રહી છે.

    રાજ્ય સરકારનાં મંત્રી જયેશ રાદડિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આગામી ડિસેમ્બર મહિનાથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગ અને અડદથી ટેકાનાં ભાગે ખરીદી કરશે.

    પહેલી ડિસેમ્બરકથી આ ખરીદી માટે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. રાજ્યભરનાં 18 જિલ્લાનાં 37 કેન્દ્રો પરથી મગની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. આવી જ રીતે, પહેલી ડિસેમ્બરથી રાજ્યનાં 28 જિલ્લાનાં 62 કેન્દ્રો પરથી અડદની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે.

    મગ અને અડદની ખરીદી રાજ્યનાં પુરવઠા વિભાગ દ્વારા ટેકાનાં ભાવે ખરીદવામાં આવશે. મગની ખરીદી પ્રતિ ક્વિંટલ રૂપિયા 6975નાં ભાવથી ખરીદશે જ્યારે અડદ પ્રતિ ક્વિંટલ 5600 રૂપિયાની કિંમતે ખરીદશે.

    આ પણ વાંચો:અમને અનુભવ નથી કહી મગફળી ખરીદવાથી સરકારી બાબુઓનો બચવાનો પ્રયાસ

    જયેશ રાદડિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની ખેત પેદાશો ટેકાનાં ભાવે ખરીદી રહી છે અને ખેડૂતોને મુશ્કેલી ના પડે એટલા માટે વિવિધ પ્રયાસો હાથ ધરી રહી છે. ખેતપેદાશોની ખરીદી કર્યા પછી તેમને ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. આ સિવાય, મગફળીનું જે જિલ્લાઓમાં વધુ ઉત્પાદન થાય છે તે જિલ્લામાં માર્કેટીંગ યાર્ડમાં વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: ખેડૂતોને તેમની મગફળીની રકમ એક સપ્તાહમાં જ મળી જશે: નાફેડ
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Crisis, Groundnut, MSP, એપીએમસી, ખેડૂતો, ગુજરાત

    આગામી સમાચાર