Home /News /gujarat /

આતંકીઓ સાથે વાતચીત થતી હોય તો હાર્દિક સાથે કેમ નહીં: અર્જુન મોઢવાડિયા

આતંકીઓ સાથે વાતચીત થતી હોય તો હાર્દિક સાથે કેમ નહીં: અર્જુન મોઢવાડિયા

"અમે હાર્દિકની મુલાકાત લઈને તેને સમજાવવાનો પ્રયાર કરીશું કે ઉપવાસ ચાલુ રાખે પરંતુ પાણીનો ત્યાગ ન કરે."

"અમે હાર્દિકની મુલાકાત લઈને તેને સમજાવવાનો પ્રયાર કરીશું કે ઉપવાસ ચાલુ રાખે પરંતુ પાણીનો ત્યાગ ન કરે."

    અમદાવાદ: ઉપવાસના સાતમાં દિવસે હાર્દિક પટેલની તબિયત લથડી છે. હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે કોંગ્રેસના નેતાઓએ અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે આવેલા હનુમાન મંદિર ખાતે રામધૂન બોલાવી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે રામધૂન બોલાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય શૈલષ પરમાર, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખોડાવાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

    હાર્દિકને જળનો ત્યાગ નહીં કરવા સમજાવીશુંઃ અર્જુન મોઢવાડિયા

    રામધૂનમાં હાજર રહેલા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે કહ્યું કે, "રામધૂનમાં બધા લોકો જોડાયા છીએ. પ્રજાના પ્રશ્નો માટે હાર્દિક ઉપવાસ પર બેઠો છે તો તેનું સ્વાસ્થ્ય બરાબર જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. સાથે જ ભગવાન ભાજપ સરકારને પણ સદબુદ્ધિ આપે કે તે હાર્દિક સાથે વાતચીત કરે. કોઈ પણ સમસ્યાના સમાધાન માટે વાતચીત જ શ્રેષ્ટ માધ્યમ છે. નક્સલીઓ, આતંકીઓ કે પછી કાયદો હાથમાં લેનાર લોકો સાથે પણ ચર્ચા થાય છે તો તો હાર્દિક સાથે ચર્ચા થવી જ જોઈએ. અમે હાર્દિકની મુલાકાત લઈને તેને સમજાવવાનો પ્રયાર કરીશું કે ઉપવાસ ચાલુ રાખે પરંતુ પાણીનો ત્યાગ ન કરે."

    કોણે શું કહ્યું?

    જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખોડાવાલાએ જણાવ્યું કે, "હાર્દિક સાત દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. ભાગવાન તેમને તંદુરસ્ત રાખે તે માટે અમે ધૂન બોલાવી છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો અહીં હાજર છે. હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે મસ્જિદોમાં પણ દુઆ માંગામાં આવશે."

    કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખે જણાવ્યું કે, "દિવસેને દિવસે હાર્દિકની તબિયત લથડતી જાય છે. સરકારને કંઈ પડી નથી. તેમના વિચારો ભયંકર છે. હાર્દિકના સ્વાસ્થ્ય માટે અમે રામધૂન રાખી છે."

    અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે કહ્યું કે, "ગુજરાતમાં લોકશાહી મરી પરવરી છે. લોકોને હાર્દિક સાથે મળવા પણ દેવામાં નથી આવતા. તેમને અન્ય સુવિધાઓ પણ નથી આપવામાં આવતી. કોંગ્રેસ હંમેશા હાર્દિકના પડશે ઉભી છે. કોંગ્રેસ હંમેશા જનતાની પડખે ઉભી રહી છે અને રહેશે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Arjun Modhwadia, Gujarat Government, Hardik Patel Fast, Ramdhun, કોંગ્રેસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन