Home /News /gujarat /યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા રાજ્ય સરકાર તૈયાર: જીતુ વાઘાણી
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવા રાજ્ય સરકાર તૈયાર: જીતુ વાઘાણી
જીતુ વાઘાણી.
યુક્રેનને લઈને રશિયા અને નાટો દળો વચ્ચેના તણાવની અસર હવે વિશ્વના અન્ય દેશો પર પણ થઈ રહી છે. યુક્રેનની કટોકટી (Ukraine Crisis)ની અસરના પગલે વિશ્વના ઘણા દેશો ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ સેવી રહ્યા છે.
યુક્રેનને લઈને રશિયા અને નાટો દળો વચ્ચેના તણાવની અસર હવે વિશ્વના અન્ય દેશો પર પણ થઈ રહી છે. યુક્રેનની કટોકટી (Ukraine Crisis)ની અસરના પગલે વિશ્વના ઘણા દેશો ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ સેવી રહ્યા છે. રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તેવા ડરથી હવે ઘણા દેશો તેમના નાગરિકોને યુક્રેન છોડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથે ઘણા દેશો ત્યાંથી પોતાના રાજદ્વારી સ્ટાફ (Diplomatic Staff)ને પણ પાછા બોલાવી રહ્યા છે. ત્યાં જ કેટલાક દેશો તેમના નાગરિકોને યુક્રેન ન જવાની સલાહ આપી રહ્યા છે. અમેરિકાને ડર છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર આક્રમણ કરી શકે છે. તાજેતરમાં જ અમેરિકાએ આશંકા વ્યક્ત કરી હતી કે બેઇજિંગ ઓલિમ્પિક સમાપ્ત થાય તે પહેલા રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. અમેરિકા (America)એ પહેલાથી જ તેના નાગરિકો (Citizens)ને યુક્રેન (Ukraine) છોડવા વિનંતી કરી છે.
યુક્રેન પર હુમલાના ભયના કારણે ભારત સરકાર પણ ચિંતામાં છે. કારણ કે યુક્રેનમાં એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ કરતા 20 હજાર ભારતીય વિદ્યાર્થી પણ મુશ્કેલીમાં મુકાયા છે. આવમાં ગુજરાતના પણ ઘણા વિદ્યાર્થીઓ યુકરેનમાં ફસાયા હોવાનુ સામે આવી રહ્યું છે ત્યારે આજે રાજય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ મામલે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ મામલે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ માહિતી આપી pic.twitter.com/Rh04JopCMo
રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, અમે પહેલાથી જ કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને કોઇ ઇનિચ્છનિય ઘટના બને તે પહેલા જ અમે તમામ વ્યવસ્થાઓ કરી લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ આ મામલે ધ્યાન આપી કેન્દ્ર સાથે સંપર્કમાં છે. આપણે ભૂતકાળમાં પણ આવી સ્થિતિઓને પહોંચી વળ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપણે આપણા લોકોને દેશમાં પરત લાવવા માટે તૈયાર છીએ.
અમેરિકા ઉપરાંત અન્ય ઘણા દેશોની સરકારો તેમના નાગરિકોને યુક્રેન છોડવાની અપીલ કરી રહી છે. જે દેશોએ તેમના નાગરિકોને યુક્રેન છોડવાની હાકલ કરી છે તેમાં જર્મની (Germany), ઈટલી, બ્રિટન (Britain), આયર્લેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, કેનેડા, નોર્વે, એસ્ટોનિયા, લિથુઆનિયા, બલ્ગેરિયા, સ્લોવેનિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઈઝરાયેલનો સમાવેશ થાય છે. આ સાથે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પણ તેમના નાગરિકોને યુક્રેન છોડવા વિનંતી કરી છે.
ઉલ્લેખનિય છે કે, રશિયાના સંભવિત હુમલાના પગલે કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે યુક્રેનની ફ્લાઈટો સ્થગિત કરી દીધી હતી. ઘણા દૂતાવાસોએ કિવમાંથી તેમના બિનજરૂરી સ્ટાફને પરત બોલાવી લીધો છે.