Home /News /gujarat /

સરકાર ઘાંઘી થઇ, પેટાચૂંટણી જ નહિ, લોકસભામાં પ્રજા ખૉ ભુલાવી દેશે !

સરકાર ઘાંઘી થઇ, પેટાચૂંટણી જ નહિ, લોકસભામાં પ્રજા ખૉ ભુલાવી દેશે !

હેં, આ સરકારમાં ભાજપી નેતાઓ અને તેમના મળતિયા સિવાય સુખી અને વિકસિત કોણ છે ? આ વાસ્તવિકતા છે અને લોકો તેને જાણી ચુક્યા છે. ચૂંટણીઓ માથે છે, પ્રજા જ નક્કી કરે કે હવે ક્યાં સુધી મૂરખ બનવું છે !

હેં, આ સરકારમાં ભાજપી નેતાઓ અને તેમના મળતિયા સિવાય સુખી અને વિકસિત કોણ છે ? આ વાસ્તવિકતા છે અને લોકો તેને જાણી ચુક્યા છે. ચૂંટણીઓ માથે છે, પ્રજા જ નક્કી કરે કે હવે ક્યાં સુધી મૂરખ બનવું છે !

  ન્યૂઝ18 ગુજરાતી :

  વાતોના વડા કરવા સિવાય કશું ય કરે છે, આ સરકાર. નવ-નવ લાખ આશાસ્પદ યુવાનોની જિંદગી અને કારકિર્દી સામે ખેલી લ્યો અને પછી કહો અમને બહુ દુઃખ થયું ! સાલું, પ્રજાને તો મજાક બનાવી દીધી છે, આ સરકારે.

  લોકરક્ષક દળનું પેપર ફૂટ્યું, ચાર પકડાયા પરંતુ આ ઘટના પૂર્વે ત્રણ માસ અગાઉ 16 ઓગસ્ટે જયારે એક અરજકર્તાએ અરજી આપી હતી ત્યારે શું તમારી સરકાર ઊંઘતી હતી ? 'ટેટ' ની પરીક્ષામાં આ ઘટનામાં જ સંડોવાયેલો મનહર પટેલ શામેલ હતો છતાંય ય તમારી સરકાર એને છાવરતી રહી ?

  મગફળી મામલે 'નાફેડ' અને સરકાર આમને-સામને આવી ગયેલા. વળી, જેતપુર-ગોંડલ સહિતના વિસ્તારોમાં જે વેરહાઉસ સળગેલા તેમાં પણ સરકારી મળતિયા જ હતા, શું ઉકાળી લીધું સરકારે ?

  સીબીઆઈ કાંડમાં કથિતરૂપે હરિભાઈ ચૌધરી ઉપર લંચ લેવાના આક્ષેપો થાય અને મહાશય બેશરમી સાથે જાહેર કાર્યક્રમમાં દેખાય છે. પક્ષ અને સરકાર તરીકે કોઈ ખુલાસા કરવાની નૈતિક હિમ્મત પણ દાખવી આપે ?

  એશિયાટિક સિંહોના મામલે ભાજપી નેતા દિલીપ સંઘાણી બેફામ નિવેદનો આપે અને બીજી તરફ વન અધિકારીઓની ઈચ્છા પડે ત્યાં સરકાર બદલી કરતી રહે અને સરકાર કશું જ નિવેદન ન આપે ?

  આરોગ્ય વિષયક સુવિધાઓ માટે પ્રજા તડપે અને રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મુંબઈ જઈને સારવાર તો કરાવે જ પાછી વાહિયાત નિવેદનબાજી પણ કરે. રાજય સરકારના જ ગૃહ રાજ્યમંત્રી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવે. મુદ્દે મંત્રીઓ જાણે છે કે તેમનું આરોગ્યતંત્ર કેટલું 'બીમાર' છે. છોને પ્રજા મરે, અમે તો જીવીશું જ !

  તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ નિવેડલી સરકારના પ્રવક્તા ભરત પંડ્યા પાછા સરકારે લીધેલા પગલાંઓ વિષે બેશરમીથી ખોંખારા ખાય અને કહે કે, કોઈ પરીક્ષાર્થીને અન્યાય ન થાય તે માટે પારદર્શિતા જાળવીને સરકારે પુનઃ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. કૉંગેસ એક્શન નથી લેતી અને વિરોધ કરે છે. કૉંગેસ વાતાવરણ બગાડે છે અને બાલિશ નિવેદનો કરે છે. મગફળી કાંડ મામલે પણ અમે ત્વરિત નિર્ણયો લીધેલા અને આ પરીક્ષા મામલે પણ સરકાર એક્શનમાં છે. વગેરે, વગેરે...

  સત્તામાં તમે છો કે કોંગ્રેસ પંડ્યા સાહેબ ? કાર્યવાહી કોણ કરે તમે કે કૉંગેસ ? જે રાજકીય સંસ્થા જ પડી ભાંગી છે તેની ઉપર તમારી નિષ્ફળતાનું ઠીકરું શા માટે ફોડો છો ? નીતિમત્તા તો તમારી સરકારમાં પણ નથી જ પરંતુ પ્રજાને થોડો વિશ્વાસ બેસે તેવું તો બોલો, ભૈ'સાબ !

  શરમ આવવી જોઈએ કંઈપણ નિવેદન કરતા પહેલા ! ભાજપી નેતાઓ 'બકવાસ' કરવા સિવાયનું કશું જ કરતા હોય તેવું છેલ્લા કેટલાય સમયથી ધ્યાનમાં આવ્યું નથી.

  આ નેતાઓને શું લાગે છે, પ્રજા મૂરખી છે ? પ્રજા શું માત્ર મત અંકે કરવાનું સાધન છે ? ચૂંટણી આવે એટલે પ્રજાને કોણીએ ગોળ ચોંટાડીને અવનવા વાયદાઓ કરીને ગેરમાર્ગે દોવાનું કામ જ કરવાનું છે ? આ સરકારમાં ખેડૂતો પરેશાન, ગૃહિણીઓ ભાવ વધારાઓને કારણે પરેશાન, વિદ્યાર્થીઓ મોંઘા શિક્ષણને કારણે પરેશાન, યુવાનો બેરોજગારીને લીધે પરેશાન અને ઉદ્યોગધંધા વાળા નોટબંધી-જીએસટી અને મંદીથી પરેશાન છે !

  હેં, આ સરકારમાં ભાજપી નેતાઓ અને તેમના મળતિયા સિવાય સુખી અને વિકસિત કોણ છે ? આ વાસ્તવિકતા છે અને લોકો તેને જાણી ચુક્યા છે. ચૂંટણીઓ માથે છે, પ્રજા જ નક્કી કરે કે હવે ક્યાં સુધી મૂરખ બનવું છે !
  Published by:sanjay kachot
  First published:

  Tags: Bharat Pandya, GST, Unemployment, Youth, કોંગ્રેસ, ખેડૂતો

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन