Home /News /gujarat /ચોમાસુ સત્રઃ બહારથી ખેડૂતોનો ઘેરાવ ને અંદરથી સરકાર પર પ્રહાર કરવા વિપક્ષ તૈયાર

ચોમાસુ સત્રઃ બહારથી ખેડૂતોનો ઘેરાવ ને અંદરથી સરકાર પર પ્રહાર કરવા વિપક્ષ તૈયાર

ગુજરાત વિધાનસભા

આવતી કાલ મંગળવારે 18 સપ્ટેમ્બરના દિવસે ગુજરાત વિધાનસભાનું બે દિવસનુ ચોમાસુ સત્ર યોજાનાર છે.

  આવતી કાલ મંગળવારે 18 સપ્ટેમ્બરના દિવસે ગુજરાત વિધાનસભાનું બે દિવસનુ ચોમાસુ સત્ર યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે. ગુજરાતના ખેડૂતોના દેવાં માફી, બેજરોજગારી અને મોંઘવારી જેવા વિવિધ મુદ્દાઓ ઉપર રૂપાણી સરકારને ઘરેવાની રણનીતિ બનાવવામાં આવી છે. તો સામેના પક્ષે રૂપાણી સરકાર પણ આવનારી મુશ્કેલીઓને ખાળવા માટે તૈયાર છે.

  પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બે દિવસના ચાલનારા ટૂંકા સત્ર દરમિયાન સરકાર પોતાની વિકાસલક્ષી કામગીરીના વિધેયકો પસાર કરવાની યોજના બનાવી રહી છે, ત્યારે વિપક્ષના આક્રમક વલણ સામે ટકી રહેવા માટે તથા વિરોધ પક્ષના આરોપોને ખાળવા માટે રૂપાણી સરકારે પણ કેટલાક બોલકા મંત્રીઓ અને ધારાસભ્યોની ટીમ બનાવી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાદ આવતીકાલ 18 સપ્ટેમ્બરથી બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, આ સત્ર દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે વ્યૂહરચન ઘડવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતો, પાણી, બેરોજગારી, મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે સરકાર સામે ગંભીર આક્ષેપબાજીઓ અને સરકારને ભીંસમાં મુકવા પ્રયાસો કરવામાં આવશે. જેમાં વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સરકાર પર તડાપીટ બોલાવવામાં આવશે.

  સુત્રોના જમઆવ્યા પ્રમાણે વિપક્ષ દ્વારા વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ ગડવામાં આવ્યું છે. આ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે. પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને ખાળવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે. વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્ર દરમિયાન ગૃહમાં થનારી કામગીરી અંગેની ચર્ચા કરવા માટે કામકાજ સમિતિની બેઠક મળી હતી.

  ઉલ્લેખનીય છે કે, આ સત્ર દરમિયાન સરકાર દ્વારા કેટલાક અગત્યના બિલો રજૂ કરી તે અંગે ચર્ચા કરવામાં આવશે. બે દિવસની કામગીરીના એજન્ડા પ્રમાણે પ્રથમ દિવસ એટલે કે 18મીએ શોક દર્શક પ્રસ્તાવ રજૂ થશે અને ત્યાર બાદ 19મીના રોજ બે બેઠક મળશે. જેમાં વિવિધ મંત્રીઓ દ્વારા અગત્યના વિધેયક રજૂ કરવામાં આવશે.
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarat Government, Opposition, Session, Tomorrow, ચોમાસુ, હુમલો

  विज्ञापन
  विज्ञापन