Home /News /gujarat /ગુજરાત સરકારની Solar Rooftop યોજના; ઘેર બેઠા કમાવો આટલા રૂપિયા

ગુજરાત સરકારની Solar Rooftop યોજના; ઘેર બેઠા કમાવો આટલા રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

600 થી વધુ મેગાવૉટ સૌરઊર્જાનું ઉત્પાદન થશે. આ યોજના નો લાભ લેવા વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી: ઉર્જા મંત્રી સૌરભ પટેલ

ગાંધીનગર:  ઊર્જા મંત્રી સૌરભ પટેલે (Saurabh Patel)જણાવ્યું છે કે, ગુજરાતમાં સતત અવિરત મળતા સૂર્યપ્રકાશની ઊર્જાશકિતનો સૌર ઊર્જા (Solar power) ઉત્પાદનમાં વિનિયોગ કરીને રાજ્યના હરેક ઘરમાં સોલાર રૂફટૉપ યોજનાથી વીજ ઉત્પાદન – ગ્રીન કલીન એનર્જીનો (Green Energy-Clean Energy) નવતર અભિગમ રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે.

ઊર્જામંત્રીએ રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ – સોલાર એનર્જી રૂફટૉપ’ (Rooftop Solar energy) યોજનાની વિગતો આપી હતી. આ સોલાર રૂફટૉપ યોજના અતંર્ગત ઘરગથ્થું વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી – ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌરઊર્જા ઉત્પન્ન કરી શકશે.  એટલું જ નહિ, આ સૌરઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી સરકારને રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે,”.

રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ ૩ કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત 52.40 % તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટ થી વધુ અને 10 કિલોવૉટની ક્ષમતા સુધી સોલાર રૂફટૉપ પર 20% સબસિડી મળશે. એટલે કે કોઇ અરજદાર 11 કિલોવૉટ સોલર સિસ્ટમની માંગણી કરે તો પ્રથમ 3 કિલોવૉટ ઉપર 40% અને પછીના 7 કિલોવૉટ ઉપર 20% સબસીડી અને તે બાકીના 1 કિલોવૉટ ઉપર શૂન્ય ટકા સબસિડી મળવા પાત્ર થશે તેમ તેમણે જણાવ્યું હતું.

ઊર્જામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્નું છે કે, ભારત પ્રદૂષણમુકત તથા સ્વચ્છ પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરે. 2022 સુધીમાં 1 લાખ 75 હજાર મેગાવૉટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટૉપ યોજનાથી અગ્રેસર રહેશે. રાજ્યમાં ગ્રીન કલીન એનર્જીને વેગ આપવા મુખ્યમંત્રીએ રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટને પરવાનગી નહીં આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે.

‘‘ગુજરાત સોલાર રૂફટોપમાં 31 માર્ચ-2019 સુધીમાં 326.67 મેગાવૉટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ વર્ષે વહેલા તે પહેલા ના ધોરણે બે લાખ સોલાર રૂફટૉપ તેમજ આગામી 3 વર્ષમાં 8 લાખ સોલાર રૂફટૉપથી 1800 મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે’’ એમ પણ ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્યમાં 31 ઑગસ્ટ-2-019ની સ્થિતીએ રહેણાંક હેતુના53,567 અને બિનરહેણાંક હેતુના 3848 ગ્રાહકો મળી કુલ 57415 વીજ વપરાશકારોએ 397.31 મેગાવૉટ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા સોલાર રૂફટૉપમાં મેળવી છે.આ યોજના નો લાભ લેવા વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી.

આ યોજના અંતર્ગત ગૃપ હાઉઝિંગ સોસાઇટી (GHS) / રેઝિડેન્શલ વેલ્ફેઅર અસોસિએશન (RWA)ની સુવિધાઓ સોસાઇટીની લાઇટ, સોસાઇટીનું વોટર વર્કસ, લિફ્ટ, સ્વિમિંગ પુલ, બગીચો વગેરેના વીજ જોડાણૉ માટે 500 કિલવૉટની મહત્તમ મર્યાદામાં (10 કિલવૉટ પ્રતિ ઘર લેખે), સોલર સિસ્ટમની કુલ કિંમત ઉપર 20% સબસિડી મળશે. જ્યારે 500 કિલોવૉટની મહત્તમ મર્યાદામાં જે તે GHS / RWA ના રહેવાસી દ્વારા સ્થાપિત સોલર સિસ્ટમની ક્ષમતાઓને પણ સમાવિષ્ટ કરાશે.  આ સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહકોએ માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઇપણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે. આ માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઇટ ઉપર તેમજ વીજ કચેરીએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શું છે આ યોજના ?

ઊર્જા મંત્રીએ આ યોજના અન્વયે લાભ લેવા માટેની વધુ વિગતો આપતાં કહ્યું કે, સોલર સિસ્ટમ સ્થપાયા બાદ જે તે એજન્સી પાંચ વર્ષ સુધી સિસ્ટમનું વિનામૂલ્યે મેન્ટેનન્સ કરવા બંધાયેલી છે. અરજી નોંધણી માટે વીજ ગ્રાહકે છેલ્લા વીજબીલ, અરજદારનો ફોટો, આધાર નંબર અને ગ્રાહકનો મોબાઇલ ફોન નંબર આપવો જરૂરી છે.  આ ઉપરાંત ગ્રાહકે પસંદ કરેલ એજન્સી જે તે વીજગ્રાહક વતી સોલર રૂફટૉપના પોર્ટલ ઉપર ઓનલાઇન અરજીની નોંધણી કરાવશે અને તે બાદ નિયત કરેલ ડિપૉઝિટની રક્મ એજન્સી દ્વારા ભરપાઇ કરવામાં આવશે, તે રકમ અંદાજપત્રની સામે સરભર કરવામાં આવશે. અંદાજપત્રમાં સોલર સિસ્ટમનો કનેક્ટિવિટી ચાર્જ, સોલર જનરેશન મીટર ચાર્જ, મીટર ટેસ્ટિગ ચાર્જ અને મીટરબોક્ષનો ચાર્જનો સમાવેશ થાય છે. વીજગ્રાહકોએ આ ડિપૉઝિટની કે અંદાજપત્ર એમ બેમાંથી કોઇપણ રકમનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે નહી.

ગ્રાહકે ટેન્ડરથી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ ચૂકવવાની રહેશે. તે સિવાય ગ્રાહકે અન્ય કોઇ રકમ ચૂકવવાની નથી. આ ઉપરાંત જો ચાલુ વીજ વિતરણ માળખામાં કોઇ ફેરફાર કરવાની ટેક્નિકલ જરૂરિયાત જણાશે તો તેનો ખર્ચ જે તે વીજગ્રાહકે જ ભરવાનો રહેશે. અને તે માટે વીજ વિતરણ કચેરી દ્વારા અલગથી અંદાજ આપવામાં આવશે. આ સિવાય પણ, જો ગ્રાહક મૉડ્યૂલ માઉન્ટિંગ સ્ટ્રક્ચરની રૂફ લેવલથી નિયત કરેલ ઊંચાઇમાં વધારો કરાવવા માગે તો ગ્રાહક તથા જે તે એજન્સી વચ્ચે પરસ્પર સમજુતી કરી, તે માટેનો વધારાનો ખર્ચ પરસ્પર નક્કી કરી ગ્રાહકે જે તે એજન્સીને અલગથી ચૂકવવાનો થશે.
First published:

Tags: ઉર્જા