Home /News /gujarat /Gujarat Day: ગુજરાત સ્થાપના દિન વિશેષ, 62 વર્ષમાં કેટલું બદલાયું ગુજરાત, જાણો અહીં

Gujarat Day: ગુજરાત સ્થાપના દિન વિશેષ, 62 વર્ષમાં કેટલું બદલાયું ગુજરાત, જાણો અહીં

ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે.

IPL 2022: 1956માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા. જ્યારે અન્ય ભાગની ભાષા મરાઠી હતી.

  બે દિવસ બાદ 1 મેં 2022ના રોજ ગુજરાતના 62માં સ્થાપના દિવસ (Gujarat Day)ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતનો જન્મ 1 મે,1960માં થયો હતો (Gujarat Foundation Day). ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ વિદેશમાં ગાજતુ થયું છે. આ દરમિયાન અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે છેલ્લા 62 વર્ષમાં ગુજરાત કેટલુ બદલાયુ છે. આ દરમિયાન અમે તમને ગુજરાત આંદોલન (Gujarat Movement) વિશે પણ જાણકારીઆપવામાં જઇ રહ્યા છીએ.

  ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું.

  ગુજરાત આંદોલનના મુખ્ય નાયક કોણ?

  બે દિવસ બાદ 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી .
  આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે .
  ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.
  ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
  ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત 1 મે 1960નારોજ બૃહદ મુંબઈ રાજ્યમાથી ગુજરાતની સ્થાપના થઈ હતી .
  રાજ્યના નિર્માણ માટે મહાગુજરાત આંદોલનનું નિર્માણ થયું હતું .
  આંદોલનની મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે ઓળખાય છે
  ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય ગુજરાત હતું . પહેલું રાજ્ય આંધ્ર પ્રદેશ હતું

  આ પણ વાંચો- માન્યતા કરતા માનવતા ચઢીયાતી : રમઝાનના પવિત્ર દિવસોમાં મુસ્લિમ યુવકે અંગદાન કરી લોકોને નવજીવન આપ્યું

  આઝાદી બાદનું ગુજરાત

  1947માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યુ હતું. કચ્છ, સૌરાષ્ટ અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટા ભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી 1948માં મહાગુજરાત સંમેલન થયું હતું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી.

  જોકે 1956માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા. જ્યારે અન્ય ભાગની ભાષા મરાઠી હતી.

  આ પણ વાંચો- Drugs Racket: 280 કરોડ હેરોઇન મામલો, NCB અને ATS સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

  1 મે 1960 એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.

  આ પણ વાંચો- આયેશા આત્મહત્યા કેસ મામલો: કોર્ટે દોષિત પતિ આરીફને 10 વર્ષની ફટકારી સજા

  સૌથી મોટુ

  જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: 45,652 ચો. કિમી[૨૫]
  જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, 58,08,378[26]
  પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: 1430 મીટર
  મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
  ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ (જામનગર)
  ડેરી: અમૂલ ડેરી, આણંદ
  મોટી નદી: નર્મદા, 9894 ચો.કિ.મી.
  લાંબી નદી: સાબરમતી, 320 કિ.મી.
  યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી
  સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
  બંદર: કંડલા બંદર
  હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  શહેરઃ અમદાવાદ
  રેલવે સ્ટેશન: અમદાવાદ
  સરોવરઃ નળ સરોવર (186 ચો.કિમી)[27]
  સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  દરિયાકિનારો: કચ્છ, 406 કિ.મિ.
  ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય), ગિરનાર, ઊંચાઈ 1172 મીટર[૨૮]
  વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, 863 જૈન દેરાસરો[૨૯]
  મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
  મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ., ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
  ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો

  ગુજરાત રાજ્ય વિશે માહિતી

  ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે .
  ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતમાં 17 જિલ્લા અસ્તિત્વમાં હતા .
  ગુજરાતત સ્થાપના દિનની પ્રથમ ઉજવણી વર્ષ 1992માં અમદાવાદ ખાતે થઈ હતી . તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા.
  પ્રથમ મુખ્યમંત્રી : જીવરાજ મહેતા
  પ્રથમ ગવર્નર : મહેંદી નવાઝ જંગ
  વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે . જયારે સૌથી નાનો જિલ્લો ડાંગ છે .
  વસ્તીની દૃષ્ટીએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે .
  ગુજરાતને બે અખાત મળે છે . ખંભાત અને કચ્છનો અખાત .
  કુલ 1600 કિમીનો દરિયા કિનારો ધરાવે છે .
  ગુજરાતમાં કુલ 185 નદીઓ આવેલ છે . નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે .
  ગુજરાતનું રાજ્ય ગીત “ જય જય ગરવી ગુજરાત … નર્મદ દ્વારા રચવામાં આવ્યું છે
  ગિરનાર પર્વતએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે .
  એશિયાઈ સિંહ , સાસણ - ગીર અભયારણ્યમાં જોવા મળે છે
  Published by:rakesh parmar
  First published:

  Tags: Government of gujarati, GUJARAT DAY, Gujarati language, Gujarati news, ગુજરાતી સમાચાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन