Home /News /gujarat /

ગાંધીનગર બેઠક પર નજીવી લીડથી હાર-જીત થશે : કોંગ્રેસ ઉમેદવાર સી.જે. ચાવડા

ગાંધીનગર બેઠક પર નજીવી લીડથી હાર-જીત થશે : કોંગ્રેસ ઉમેદવાર સી.જે. ચાવડા

સી જે ચાવડા

વિપક્ષ દ્વારા ઈવીએમમાં ગરબડના લગાવવામાં આવેલા આક્ષેપ અંગે સી.જે.ચાવડાએ જણાવ્યું કે, "દેશભરમાં ઈવીએમને લઈને જ શંકા-કુશંકાઓ ઉઠી રહી છે તેને ખાળવા માટે ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું છે."

  ન્યૂઝ18 ગુજરાતી : આ વખતે ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના સી.જે. ચાવડા વચ્ચે ટક્કર છે. ગાંધીનગર ખાતે મતગણતરી શરૂ થયા પહેલા કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ વખતે આ બેઠક પર નજીવી લીડથી હાર-જીત થશે. ગત વખતે ભાજપ અહીં મોટી લીડથી ચૂંટણી જીત્યો હતો.

  આ વખતે કોંગ્રેસ તરફી મતદાન થયું છે: સી.જે. ચાવડા

  કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ જણાવ્યું કે, "લોકશાહીના પર્વની આજે સાચા અર્થમાં ઉજવણી થવાની છે. ગુજરાતની જનતાએ પોતાનો મત ઈવીએમમાં મૂક્યો હતો તે આજે ખુલવાનો છે. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની હતી, પરંતુ તેમણે જે વચનો આપ્યા હતા તે પૂર્ણ થયા નથી. આથી મને આશા છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન થયું છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતી જ જઈશું એવા અહંકારમાં રાચતા હતા. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની 4 લાખ કરતા વધારે લીડથી જીત થઈ હતી. આ ચૂંટણીમાં નજીવી લીડથી હાર-જીત થશે."

  કોંગ્રેસના બારડોલીના ઉમેદવાર તુષાર ચૌધરીએ બુધવારે રાત્રે ઇવીએમના નંબર બદલાયા હોવાની ફરિયાદ કરી હોવા બાબતે પ્રતિક્રિયા આપતા સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, "અમે મતગણતરી ચાલુ થયા પછી આ અંગેની તપાસ કરીશું. અમને ઈવીએમના નંબર લેખિતમાં આપવામાં આવે છે. અમે તેની સરખામણી કરીશું. સામાન્ય રીતે ઈવીએમના નંબર બદલાઈ જવા શક્ય નથી. પરંતુ કોઈ મશીન ખરાબ થયું હોય તો તેના નંબર બદલી શકે છે."

  વિપક્ષ દ્વારા ઈવીએમમાં ગરબડના લગાવવામાં આવેલા આક્ષેપ અંગે સી.જે.ચાવડાએ જણાવ્યું કે, "દેશભરમાં ઈવીએમને લઈને જ શંકા-કુશંકાઓ ઉઠી રહી છે તેને ખાળવા માટે ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું છે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: C. J Chavda, Lok sabha election 2019, Verdict2019WithNews18, અમિત શાહ, ગુજરાત ચૂંટણી પરિણામ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन