Home /News /gujarat /

182 બેઠકો માટે 37 સ્થળો પર કરાશે મત ગણતરી

182 બેઠકો માટે 37 સ્થળો પર કરાશે મત ગણતરી

ચૂંટણી પંચને મળેલી દરખાસ્તો અને પંચ તરફથી મળેલી અનુમતિ અનુસાર રાજ્યના 182 વિધાનસભા મત વિસ્તારો માટે કુલ 37 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવશે.

ચૂંટણી પંચને મળેલી દરખાસ્તો અને પંચ તરફથી મળેલી અનુમતિ અનુસાર રાજ્યના 182 વિધાનસભા મત વિસ્તારો માટે કુલ 37 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવશે.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની વિધાનસભાની 182 બેઠકો માટે રાજ્યભરમાંથી 37 સ્થળોએ 18મી ડિસેમ્બરે મત ગણતરી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચે મત ગણતરી અંગે જણાવ્યું છેકે ચૂંટણી પંચને મળેલી દરખાસ્તો અને પંચ તરફથી મળેલી અનુમતિ અનુસાર રાજ્યના 182 વિધાનસભા મત વિસ્તારો માટે કુલ 37 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો બનાવવામાં આવશે. જેમાં અમદાવાદ ખાતે એલડી એન્જીનિયરિંગ કોલેજ ખાત(8 વિધાનસભા મત વિસ્તાર), ગુજરાત કોલેજ ખાતે( 7 વિધાનસભા મત વિસ્તાર) અને પોલિટેક્ટિનક કાતે (6 વિધાનસભા મત વિસ્તાર)ની ગણતરી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત સુરત અને આણંદ ખાતે 2-2 સ્થળોએ તેમજ બાકીના તમામ જિલ્લાઓ માટે 1-1 સ્થળે તે જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારો માટે મત ગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં ભૂજ, પાલનપુર, પાટણ, મહેસાણા, હિંમતનગર, મોડાસા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, વેરાવળ, અમરેલી, ભાવનગર, બોટાદ, નડિયાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, રાજપિપળા, ભરૂચ, તાપી, આહવા, જલાલપોર, વલસાડમાં નક્કી કરાયેલા કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઇ ત્યારથી અત્યારસુધીમાં વિવિધ દરોડામાં દેશી-વિદેશી દારુ સહિત કુલ 52.97 કરોડની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યભરમાં આચારસંહિતા અંગેની કુલ 158 રજૂઆતો મળી છે, જેમાંથી 153 રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે, તેમજ અન્યનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ફ્લાઇંગ સ્ક્વોડ અને એસએસટી દ્વારા વિવિધ સ્થળેથી 2.04 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
First published:

Tags: Assembly election 2017, Bjp gujarat, Congress Gujarat, Gujarat Election 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन