અમદાવાદ: ગુજરાત ઇલેક્શન 2017ની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે. આવતીકાલે બપોરે 2.00 વાગ્યા સુધીમાં તો તમામ પરિણામ સ્પષ્ટ થઇ જશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે. પણ આ પહેલાં સૌથી મોટો સવાલ આખા ગુજરાતને સતાવતો હોય તો તે છે કે તમને શું લાગે છે, કોણ આવશે..
તમામ એક્ઝિટ પોલનાં આંકડા હોય કે પછી ન્યૂઝ ચેનલમાં થતી ડિબેટ હોય. જનતાનો મિજાજ તદ્દન અલગ છે. એક તરફ એક્ઝિટ પોલનાં આંકડા કહે છે કે ગુજરાતમાં ફરી એક વખત ભાજપની સરકાર બનશે તો બીજી તરફ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે જનતાનો ઝુકાવ કોંગ્રેસ તરફી છે. આ જનતાનો મિજાજ જોઇ ભાજપને આંચકો લાગી શકે છે. કારણ કે આ મિજાજ
એક્ઝિટ પોલનાં આંકડાની વિરોધમાં છે.
ભાજપ-કોંગ્રેસ બંનેનાં વરિષ્ઠ નેતાઓ જીતની આશા વ્યક્ત કરી રહ્યાં છે. અલગ અલગ ન્યૂઝ ચેનલનાં એક્ઝિટ પોલની સરેરાશ કાઢીયે તો ભાજપને 110, કોંગ્રેસને 65 અને અન્યને 7 બેઠક મળી શકે છે. જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જનતાનો મિજાજ અલગ છે. સામાન્ય જનતાનું કહેવું છે કે, ભાજપ અને કોંગ્રેસને સમાન બેઠકો મળી શકે છે. એટલું જ નહીં એવું પણ બને કે ભાજપને સત્તા બનાવવામાં
મહેનત કરવી પડે તેટલી બેઠક પણ ન મળે.
એટલું જ નહીં સામાન્ય જનતાનું કહેવું છે કે એક્ઝિટ પોલનાં આંકડા ખોટા હોઇ શકે છે. આ સાથે જ તેમણે તમામ સંસ્થા પર એવો આરોપ પણ લગાવ્યો છે કે તેઓ આ એક્ઝિટપોલથી જનતાને ભરમાવવાનું કામ કરે છે. ત્યારે હવે આગામી 12 કલાકમાં માલુમ પડશે કે જનતાનો મિજાજ એક્ઝિટ પોલ પ્રમાણે છે કે પછી તે તેનાંથી ભિન્ન છે.
(માર્ગી પંડ્યાની રિપોર્ટ)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર