ગઈકાલે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમને કારણે અનેક પ્રશ્નો ઉઠ્યા હતાં. ત્યારબાદ આજે નર્મદા જિલ્લામાંથી ઈવીએમની એક મોટી અને ઘોર બેદરકારી સામે આવી છે જેમાં નર્મદા જિલ્લાના ચૂંટણી અધિકારી ખાનગી ગાડીમાં જ ઈવીએમ અને વીવીપેટ ભૂલી ગયા હતા.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ડેડીયાપાડા વિધાનસભાનાં 17 નંબરના ઝોનલ અધિકારી કૌશિક કાથડને એક રિઝર્વ ઈવીએમ અને વીવીપેટ ફળવાયા હતા. તેઓને કંજાલ ગામની એક ખાનગી ગાડી જે ચૂંટણી અધિકારીએ રૂટ 17ને ફળવાઈ હતી.જો કે મતદાન પૂર્ણ થયા બાદ બુથ પરના તમામ ઈવીએમ અને વીવીપેટ પરત રાજપીપળા ખાતે લાવી સ્ટ્રોંગ રૂમ માં શીલ કરાયા હતા.જો કે આ ઝોનલ ઓફિસર કૌશિક કાથડ આ ઈવીએમ અને વીવીપેટ જે તે ખાનગી ગાડી માં જ ભૂલી ગયા હતા.જો કે આ વાત ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાન ચૈતર વસાવાના ધ્યાને આવતા તાત્કાલિક તેઓ આ ઈવીએમ લઈને રાજપીપલાના સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચી ગયા હતા. જોગાનુજોગ ત્યાં જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉમેદવારો સાથે બેઠક કરી રહ્યા હતા અને ચૈતર વસાવાએ ઈવીએમ અને વીવીપેટ સીધા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાંની સામે રહેલા ટેબલ પર મૂકી દેતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
જો કે હાલ ઈવીએમ ને લઈને તપાસ ચાલી રહી છે. જો કે આમાં માત્ર ઝોનલ અધિકારી નહીં પણ જે જવાબદારો સ્ટ્રોંગ રૂમ પર મશીન પરત જમા લેતા હતા તેઓના ધ્યાને આ વાત કેમ ના આવી. નર્મદા કલેક્ટરે જણાવ્યું હતું કે જે તે જોનલ કે અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર