Home /News /gujarat /

રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ : જાણો  કેમ વાગી રહ્યા છે શાળાને તાળા

રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ : જાણો  કેમ વાગી રહ્યા છે શાળાને તાળા

2005થી અત્યાર સુધીમાં 1500 જેટલી શાળાઓને વાગ્યા તાળા.

Gujarat Education : 2005થી અત્યાર સુધીમાં 1500 જેટલી શાળાઓને વાગ્યા તાળા.

અમદાવાદ: રાજ્યમાં (Gujarart news) એક તરફ ખાનગી શાળાઓ (private school) વધારો થઈ રહ્યો છે પરંતુ બીજીતરફ સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સૂરજ અસ્ત થવા તરફ જઈ રહ્યોં હોય તેવી વિગતો સામે આવી છે. જે શિક્ષણ જગત માટે ચોક્કસથી ચોંકાવનારી બાબત કહી શકાય.  કારણ કે સરકારી શાળાઓને સરકાર તરફ મળતી ગ્રાન્ટની સરખામણીમાં શાળાઓમાં તોતિંગ ખર્ચ વધી રહ્યાં છે પરિણામે ગ્રાન્ટેડ શાળાઓમાં આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક એજ કારણ છે કે, શાળા બંધ કરવાની નોબત સામે આવી રહી છે.

હાલમાં જ અમદાવાદના શાહીબાગ વિસ્તારની 66 વર્ષ જૂની એચ.બી. કાપડિયા સ્કૂલ બંધ થવાનો મામલો સામે આવ્યો હતો. જોકે વિવાદ થતા સ્કૂલના સંચાલકોએ નિર્ણય બદલીને સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય પાછળ તેમનું કોઈ અંગત કારણ હોઈ શકે. પણ માત્ર આ જ સ્કૂલ નહિ ચોંકાવનારી બાબત એ છે કેઆવી કેટલીય શાળાઓ બંધ થઈ ચૂકી છે. જેની ઊંડાણ પર્વક તપાસ કરીએ તો એનેક કારણો સામે આવી રહ્યો છે. વર્ષ 2005થી અત્યાર સુધીની વાત કરીએ તો 1500 જેટલી શાળાઓને તાળા વાગી ચુક્યા છે. હવે માત્ર 3 હજાર જેટલી શાળાઓ બચી છે. એક સમય હતો કે સરકારી ગ્રાન્ટેડ શાળાઓનો સૂરજ મધ્યાહનએ તપતો હતો પણ હવે ધીરેધીરે આ સૂરજ અસ્ત થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓ


આ પણ વાંચો - ભાજપના નેતાઓના પરિવારના લગ્નમાં નથી લાગતા કોવિડના નિયમો? વલસાડમાં મોટી સંખ્યામાં લોકો થયા ભેગા

કેમ શાળાઓના સંચાલકો શાળાને તાળા મારવા તરફ આગળ વધી રહ્યા છે. તેના કેટલાક અંગત કારણો કે અંગત સ્વાર્થનું કારણ પણ હોઈ શકે. પણ એક કારણ સામે આવ્યું છે અને તે છે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને તેની સામે શાળાનો વધતો ખર્ચ. આ મામલાને વિસ્તૃતમાં સમજીએ તો ધોરણ 9 અને ધોરણ 10 એમ શાળાને વર્ગ દીઠ ગ્રાન્ટ 2500 એમ બે વર્ગની 5 હજાર એમ વર્ષે 60 હજાર ગ્રાન્ટ સરકાર તરફથી મળે છે. જેની સામે શાળાઓનાં વાર્ષિક ખર્ચ જોવા જઈએ તો ઈન્ટરનેટ ખર્ચ 10હજાર રૂપિયા, વિધાર્થીનો પરીક્ષા ખર્ચ 20 હજાર રૂપિયા, કમ્પ્યુટર મેન્ટેનન્સ 10 હજાર, સફાઈ કામદાર પગાર 36 હજાર, ચોકીદાર પગાર 60 હજાર, CCTV કેમેરા મેન્ટેનન્સ 10 હજાર રૂપિયા આમ કુલ પ્રત્યક્ષ ખર્ચ 1 લાખ 46 હજાર જેટલો થાય છે.

આ પણ વાંચો - School Fee Hike : ઉઘાડી લૂંટ! શાળાની 25% ફી માફી હવામાં, FRCએ 10% વધારો ઝીંક્યો

આ ઉપરાંત શિક્ષકને સરકારી તાલીમમાં મોકલવાનો વાહન વ્યવહાર ખર્ચ, ટીએ, ડીએ ખર્ચ, શાળાઓમાં ઉત્સવોની ઉજવણી, રમત ગમત, વાલીઓની મીટીંગ જેવા પરોક્ષ ખર્ચ. આ ઉપરાંત આ તમામ માટે લાઈટ બિલ, કોર્પોરેશનના વેરા અને મકાન ભાડાના ખર્ચ મળી વર્ષે 4 લાખ જેટલો ખર્ચ થઈ જાય છે. આમ શાળાને મળતી ગ્રાન્ટ સામે શાળામાં  ખર્ચ વધી રહ્યો છે. તેના કારણે પણ  શાળાઓ બંધ કરવાની સંચાલકોને નોબત આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, અમદાવાદ, ગુજરાત, રાજ્ય શિક્ષણ વિભાગ

આગામી સમાચાર