સંજય ટાંક, અમદાવાદ : અનેકવાર આપણે બાળકો સાથે યૌન શોષણનાં બનાવો સાંભળતા હોઇએ છીએ. આવા કિસ્સાઓમાં ઘણીવાર બાળકોને જાગૃત્તિ ન હોવાને કારણે કે કોને આની જાણ કરવી તે ખબર ન હોવાને કારણે મૂંઝાતા હોય છે. આ સમસ્યા અંગે જાગૃત્તિ ફેલાવવા માટે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.
હવે શિક્ષણ વિભાગ બાળ યૌન શૌષણ રોકવાનાં પાઠ શીખવશે. અમદાવાદની શાળાઓમાં પીસ એન્ડ ઇક્વાલિટી સેલ સંસ્થા તાલીમ આપશે. આ ઉપરાંત કાર્ટુન ફિલ્મથી સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મહિલા હેલ્પલાઇને અને ચાઇલ્ડ હેલ્પલાઇનની પણ માહિતી આપવામાં આવશે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર આપ્યો છે.
આ પરિપત્રમાં બાળ યૌન શોષણ રોકવા માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આપની શાળામાં ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, અમદાવાદે પીસ એન્ડ ઇક્વાલિટી સેલ સંસ્થાની અમદાવાદની શાળાઓમાં બાળ યૌન શોષણને રોકવા માટે સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શની જાણકારી કાર્ટૂન ફિલ્મ કોમલ દ્વારા આપવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર