Home /News /gujarat /

ધોરણ12 પરિણામમાં નારી શક્તિનો જય જયકાર, તમામ પ્રવાહમાં મોખરે

ધોરણ12 પરિણામમાં નારી શક્તિનો જય જયકાર, તમામ પ્રવાહમાં મોખરે

તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામોની જેમ આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ મેદાન મારી નારી શક્તિનો વધુ એક પરચો આપ્યો છે.

તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામોની જેમ આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ મેદાન મારી નારી શક્તિનો વધુ એક પરચો આપ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના પરિણામોની જેમ આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ વિદ્યાર્થીનીઓએ મેદાન મારી નારી શક્તિનો વધુ એક પરચો આપ્યો છે.

સામાન્ય પ્રવાહ હોય કે વ્યવસાયલક્ષી કે ઉત્તર બુનિયાદી તમામ વિભાગમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ઉંચુ આવ્યું છે. ઉપરાંત નિયમિત, રિપીટર કે ખાનગી ઉમેદવારોના વિભાગમાં પણ વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ નોંધાયું છે.

ધો.12નું સરેરાશ પરિણામ 55.85 ટકા આવ્યું છે. જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 55.76 ટકા નોંધાયું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ46.80 ટકા તો વિદ્યાર્થીનીઓનું પરિણામ 69.04 ટકા આવ્યું છે.

વ્યવસાયલક્ષી પ્રવાહના પરિણામની વાત કરીએ તો સરેરાશ પરિણામ 68.13 ટકા છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 57.10 ટકા તો વિદ્યાર્થીનીઓનું પરિણામ 78.90 ટકા છે.

ઉત્તર બુનિયાદી પ્રવાહનું સરેરાશ પરિણામ 63.84 ટકા નોંધાયું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 59.27 ટકા છે જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 70.48 ટકા નોંધાયું છે.
First published:

Tags: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત શિક્ષણ બોર્ડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, પરિણામ 2016

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन