Home /News /gujarat /

ધોરણ 10નું સરેરાશ પરિણામ 67.06 ટકા, સુરત જિલ્લો મોખરે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલે એસએસસીની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે. રાજ્યનું સરેરાશ પરિણામ 67.06 ટકા નોંધાયું છે. જે ગત વર્ષના 61.50 ટકા પરિણામ કરતાં 5.46 ટકા વધુ છે. સુરત જિલ્લો 71.77 ટકા પરિણામ સાથે રાજ્યમાં મોખરે રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 98.2 ટકા પરિણામ સાથે રાજ્યમાં વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2016માં લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે.  પરિણામની તમામ વિગતો જોવા માટે ક્લિક કરો.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલે એસએસસીની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું છે. રાજ્યનું સરેરાશ પરિણામ 67.06 ટકા નોંધાયું છે. જે ગત વર્ષના 61.50 ટકા પરિણામ કરતાં 5.46 ટકા વધુ છે. સુરત જિલ્લો 71.77 ટકા પરિણામ સાથે રાજ્યમાં મોખરે રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 98.2 ટકા પરિણામ સાથે રાજ્યમાં વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં 855 કેન્દ્રો પર ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવાઇ હતી. જેમાં નોંધાયેલા 7,91,672 પરીક્ષાર્થી પૈકી 7,85,987 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 5,27,113 ઉત્તીર્ણ થયા છે. નિયમિત પરીક્ષાર્થીનું સરેરાશ પરિણામ 67.06 ટકા આવ્યું છે.

જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય વેતા રિપીટર ઉમેદવારો તરીકે 2,36,534 પરીક્ષાર્થી નોંધાયા હતા. તે પૈકી 2,29,499 પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 47,188 ઉત્તીર્ણ થતાં રિપીટરોનું સરેરાશ પરિણામ 20.56 ટકા આવ્યું છે.

ખાનગી ઉમેદવાર તરીકે 35180 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2871 સફળ થયા છે તેઓનું સરેરાશ પરિણામ 8.16 ટકા નોંધાયું છે.

રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રએ મેદાન માર્યું છે. 98.2 ટકા સાથે તે રાજ્યમાં સૌથી વધુ પરિણામ મેળવનાર કેન્દ્ર બન્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 19.27 ટકા સાથે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ મેળવાર કેન્દ્ર નોંધાયું છે.
First published:

Tags: એસએસસી, ગુજરાત શિક્ષણ બોર્ડ, ધોરણ 10 પરિણામ

આગામી સમાચાર