Home /News /gujarat /

'શાળાઓની ગ્રાન્ટ કપાશે તો હાઈકોર્ટમાં જઇશું': શાળા સંચાલક મંડળે શા માટે આપી ચીમકી?

'શાળાઓની ગ્રાન્ટ કપાશે તો હાઈકોર્ટમાં જઇશું': શાળા સંચાલક મંડળે શા માટે આપી ચીમકી?

ગુજરાત બોર્ડની પરીક્ષામાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા નીચું પરિણામ લાવનારી શાળાઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે.

Gujarat Education : 2022ના પરિણામના આધારે વર્ષ 22-23 ની ગ્રાન્ટ કાપવામાં આવશે તો વિરોધ : શાળા સંચાલક મંડળ

અમદાવાદ: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ (Gujarat board result) જાહેર થયા બાદ ઓછું પરિણામ લાવનારી ગ્રાન્ટેડ શાળાઓ શિક્ષણ વિભાગના (Gujarat Education) રડારમાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની યાદી તૈયાર કરાઈ છે. આ ઓછું પરિણામ લાવનારી શાળાઓની ગ્રાન્ટ કાપવામાં આવી શકે છે.  ત્યારે બીજીતરફ શાળા સંચાલક મંડળ આ શાળાઓની પડખે આવ્યું છે. 2022ના પરિણામના આધારે વર્ષ 22-23ની ગ્રાન્ટ કાપવામાં આવશે તો વિરોધ કરીશું અને શાળાઓની ગ્રાન્ટ કપાશે તો કાયદાકીય પગલાં લેવાની ફરજ પડશે તેવી ચીમકી શાળા સંચાલક મંડળે ઉચ્ચારી છે.

ગુજરાત બોર્ડની પરીક્ષામાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા નીચું પરિણામ લાવનારી શાળાઓની યાદી તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ ઓછા પરિણામ વાળી ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટમાં કાપ મુકવામાં આવશે જેનો વિરોધ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે, મે એજ્યુકેશન કમિશનરનો પત્ર છે તેનો અભ્યાસ કર્યો છે. તેમાં 2014થી 2022 સુધીનો શાળાઓનો ડેટા મંગાવવામાં આવ્યો છે. 2014થી 2021 સુધીનો ડેટા મંગાવ્યો હોત તો કોઈ કારણ ન હતું. પરંતુ 2022નો ડેટા પણ મંગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પત્નીને મૃતક પતિની મિલકત વેચવાની મંજૂરી ન મળી, ગુજરાત હાઇકોર્ટનો દાખલારૂપ કિસ્સો

તેમણે વધુમાં જણાવ્યુ કે, 2022ના પરિણામના આધારે વર્ષ 22-23ના આધારે ગ્રાન્ટ કાપવામાં આવશે તો વિરોધ કરીશું. કારણ કે, શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રી સાથેની બેઠકમાં બાંહેધરી આપવામાં આવી છે કે હવે, કોઈપણ પ્રકારે ગ્રાન્ટ કાપવાના હુકમો કરીશું નહિ. તેમજ પરિણામ સાથે અમે ગ્રાન્ટને જોડીશું નહિ તેવું પણ કહેવાયું હતું. તેમ છતાં માર્ચ 2022નો ડેટા મંગાવ્યો છે અને જો તેના આધારે ગ્રાન્ટ કાપવામાં આવશે તો અમે સખત વિરોધ કરીશું. માર્ચ 2022ના પરિણામનો રેકોર્ડ શિક્ષણ નિયામકે મંગાવ્યો તેનો વિરોધ છે. જો ગ્રાન્ટ કાપવામાં આવશે તો હાઈકોર્ટ માં જવાની પણ અમારી તૈયારી છે.



તેઓએ એમ પણ ઉમેર્યું કે, છેલ્લા કેટલાય સમયથી નીતિ બદલાવાથી સંચાલકને નુકસાન જઈ રહ્યું છે. કારણ કે, શાળામાં અભ્યાસ કરવાની કામ શિક્ષકનું છે તેનું સુપરવિઝન શાળાના આચાર્યનું છે તેવા સંજોગોમાં કરે કોઈ અને ભરે કોઈ તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, ગુજરાત, ગુજરાત શિક્ષણ બોર્ડ

આગામી સમાચાર