Home /News /gujarat /

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 55.85 ટકા, સુરત જિલ્લો અગ્રેસર

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 55.85 ટકા, સુરત જિલ્લો અગ્રેસર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું છે. રાજ્યનું સરેરાશ પરિણામ 55.85 ટકા નોંધાયું છે. જેમાં સુરત જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી વધુ 73.50 ટકા તેમજ સૌથી ઓછું પરિણામ નર્મદા જિલ્લાનું 32.17 ટકા નોંધાયું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર #ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું છે. રાજ્યનું સરેરાશ પરિણામ 55.85 ટકા નોંધાયું છે. જેમાં સુરત જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી વધુ 73.50 ટકા તેમજ સૌથી ઓછું પરિણામ નર્મદા જિલ્લાનું 32.17 ટકા નોંધાયું છે.

એલિસબ્રિજ કેન્દ્રનું 100 ટકા પરિણામ

રાજ્યમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદનું એલિસબ્રિજ અને સુરતનુા નાનપુરા કેન્દ્ર  100 ટકા પરિણામ સાથે રાજ્યમાં મોખરે રહ્યા છે. ગત વર્ષે પણ આ સિધ્ધિ આ બંને કેન્દ્રોએજ મેળવી હતી.

રાજપીપળા કેન્દ્ર સૌથી તળિયે

રાજ્યમાં આ વર્ષે સૌથી ઓછું પરિણામ રાજપીપળા કેન્દ્ર નોંધાયું છે. રાજપીપળા કેન્દ્રનું પરિણામ 21.59 ટકા આવ્યું છે. જે ગત વર્ષના સૌથી ઓછા 11.89 ટકા પરિણામ કરતાં ઉંચુ છે. ગત વર્ષે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાના સાગટાળા કેન્દ્રનું 11.89 ટકા નોંધાયું હતું.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નયમિત 3,33,412 પરીક્ષાર્થી નોંધાયા હતા જે પૈકી 3,31,778 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2,28,344 ઉત્તીર્ણ થયા છે.

જ્યારે અગાઉ લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થયા હોય એવા રીપીટર ઉમેદવારો તરીકે 95,063 ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી 92,561 પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 31.130 ઉત્તીર્ણ થતાં સરેરાશ 33.63 ટકા પરિણામ નોંધાયું છે.

જ્યારે ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલા 78100 પૈકી 72898 પરીક્ષા આપી હતી જેમાંથી 18231 ઉત્તીર્ણ થતાં સરેરાશ પરિણામ 25.01 ટકા નોંધાયું છે.
First published:

Tags: ગુજરાત શિક્ષણ બોર્ડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ, પરિણામ 2016

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन