Home /News /gujarat /

પરીક્ષાની કામગીરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે પગલાં ભરાશે

પરીક્ષાની કામગીરીમાં બેદરકારી દાખવનાર શિક્ષકો સામે પગલાં ભરાશે

28મી મે એ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતુ. સામાન્ય રીતે રિઝલ્ટ જેટલા દિવસમાં જાહેર થતું હોય છે તેનાથી આ રિઝલ્ટ થોડું મોડું પડ્યું હતુ. પરીક્ષા પેપર તપાસવાની કામગીરીમાં જોડાયેલા અંદાજે 32 હજાર શિક્ષકોમાંથી 800 શિક્ષકોએ માર્કસના સરવાળામાં કરેલી ગંભીર બેદરકારી મામલે બોર્ડે લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં આ મામલે પગલાં ભરાશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# 28મી મે એ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતુ. સામાન્ય રીતે રિઝલ્ટ જેટલા દિવસમાં જાહેર થતું હોય છે તેનાથી આ રિઝલ્ટ થોડું મોડું પડ્યું હતુ. પરીક્ષા પેપર તપાસવાની કામગીરીમાં જોડાયેલા અંદાજે 32 હજાર શિક્ષકોમાંથી 800 શિક્ષકોએ માર્કસના સરવાળામાં કરેલી ગંભીર બેદરકારી મામલે બોર્ડે લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં આ મામલે પગલાં ભરાશે.

ગત વર્ષે રાજ્યના એજ્યુકેશન બોર્ડ દ્વારા ગંભીર કહી શકાય તેવી સરવાળનાની ભૂલો શોધવા અને સુધારવા એક ખાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી. જે અનુસાર એક કોષ્ટક બનાવવામાં આવ્યું હતુ.

પરંતુ, ટેકનિકલ સાધનોની મદદથી સરવાળો ટેલિ થતા સેંકડો શિક્ષકોની સરવાળાની ભૂલ ધ્યાને આવી છે. અને હદ એ છે કે, મોડરેટરની સૌથી વધુ ગંભીર બેદરકારી આ પરિણામ માં નજરે પડી છે.

આ વર્ષે અંદાજે 5 લાખ 14 હજાર 279 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અને જેની અંદાજે 29 લાખ 53 હજાર, 548 ઉત્તરવહીઓ તપાસવા 32 હજાર જેટલા શિક્ષકોનું રજીસ્ટ્રેશન કરાયું હતુ. જેમાંથી અંદાજે 800 જેટલા શિક્ષકોને અલગ તારવવામાં આવ્યા છે. જેઓએ સરવાળામાં ગંભીર બેદરકારી દાખવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. આવા શિક્ષકોને નજીકના સમય માંજ બોર્ડ દ્વારા હિયરીંગ માટે બોલાવાશે અને તેઓને નાણાંકીય દંડ કરાશે.અને જરૂર જણાશે તેમને નોકરીમાંથી બરતરફ કરાશે.

ગત વર્ષે આ પ્રકારની ગંભીર ભૂલો કરનાર શિક્ષકને એક માર્કની ભૂલ દીઠ સો રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ વર્ષે એજ્યુકેશન બોર્ડ દંડની રકમ બમણી કરે તેવી સંભાવના છે, તો વળી શિક્ષકને નોકરીથી હાથ ધોવાનો વારો પણ આવી શકે છે.
First published:

Tags: ગુજરાત શિક્ષણ બોર્ડ, તપાસ, ધોરણ-12, પરિણામ, પેપર, બોર્ડ, ભૂલ, શિક્ષકો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन