Home /News /gujarat /

'Save the Doctor'નાં નારા સાથે આજે રાજ્યનાં 28 હજારથી વધુ ડોક્ટરો હડતાલ પર

'Save the Doctor'નાં નારા સાથે આજે રાજ્યનાં 28 હજારથી વધુ ડોક્ટરો હડતાલ પર

રાજ્યભરનાં ડોક્ટરો હડતાલ પર છે.

અમદાવાદના 9 હજાર ડોક્ટરો સહિત રાજ્યના 28 હજારથી વધુ ડોક્ટરો આ હડતાળમાં જોડાયા છે.

    ન્યૂઝ18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં ડોક્ટર ઉપર થયેલા હુમલાના વિરોધમાં રાજ્યમાં આજે એક દિવસની હડતાળ પાડવામાં આવી છે. ડોક્ટરોને હડતાળ નહિ પાડવાની ગુજરાત સરકારની વિનંતીને ઠુકરાવી ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ 17મી જૂનના સોમવારથી બીજા દિવસની સવારે 6 વાગ્યા સુધી હડતાલ પર છે.

    એસોસિયેશન સાથે જોડાયેલા અમદાવાદના 9 હજાર ડોક્ટરો સહિત રાજ્યના 28 હજારથી વધુ ડોક્ટરો આ હડતાળમાં જોડાયા છે. જોકે ઈમરજન્સી તબીબી સેવાને અસર નહિ થાય તેવી ખાતરી ડોક્ટરોએ આપી છે. આખા રાજ્યભરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે.

    શું છે ડોક્ટરોની માંગ?

    કોલકાતામાં હમણાં જ એનઆરએસ મેડિકલ કોલેજ ખાતે ડો. પરિબાહા મુખર્જી ઉપર હુમલો કરાયો હતો, જેના વિરોધમાં અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે ડોક્ટરોએ રેલી કાઢી હતી. ડોક્ટરોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે, ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદો ઘડવો જોઈએ. નવા કાયદામાં હુમલા બદલ ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ કરવી જોઈએ. પોક્સોના કાયદાની માફક તરત જ ફરિયાદ નોંધાય અને પગલાં લેવાય તેવું થવું જોઈએ.

    સુરતનાં ડોક્ટરો હડતાલ પર છે


    આ પણ વાંચો : કોલકાતાના 700 ડૉક્ટર્સ આપી ચૂક્યા છે રાજીનામા, એઇમ્સનું 48 કલાકનું અલ્ટીમેટમ

    રાજ્યમાં અનેક જગ્યાએ ડોક્ટરોની હડતાળ

    મહેસાણાનાં તબીબ એસોસિયને હુમલાના વિરોધમાં તબીબો આજે ઓ.પી.ડી સેવાથી વંચિત રહેવાનું છે. મહેસાણાનાં તમામ ડોકટરો મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે થયા એકઠા થયા છે. મહેસાણાનાં 250 કરતા વધુ ડોકટરો હડતાળમાં જોડાયા છે. મહેસાણામાં તમામ દવાખાનામાં ઇમરજન્સી સેવા રહેશે ચાલુ રાખવામાં આવી છે.

    રાજકોટમાં ડોક્ટરો હડતાળ પર છે.


    સુરતના સિવિલ અને સ્મિમરે હોસ્પિટલમાં તબીબોએ એક દિવસની હડતાળ પર સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત 200 હોસ્પિટલના 4 હજાર ડોક્ટરો હડતાળ પર છે. સુરત સિવિલ હોસ્પિટલમાં વલસાડ, તાપી અને નવસારીનાં 50થી વધુ ડોક્ટર એક દિવસ માટે ડેપ્યુટ કરાયા છે. કલકત્તામાં થયેલા તબીબ પર ના હુમલાને લઈને હડતાળ પર ઇમરજન્સી વિભાગ સિવાય તમામ તબીબ હડતાળ પર આ હડતાળ ખાનગી હોસ્પિટલ તબીબ પણ જોડાશે.

    વડોદરાનાં ડોક્ટરોની તસવીર


    વડોદરાના તબીબોની આજે હડતાળને પગલે ઓ.પી.ડી સેવાથી અલિપ્ત રહેશે. સયાજી સહિત ગોત્રી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સ ઓ.પી.ડી અને ઇન્ડોર સેવાઓથી દૂર રહેશે. હડતાળને પગલે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઓ.પી.ડી સેવાઓ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. હુમલાના વિરોધ માટે યોજાયેલ હડતાલમાં શહેરના 3 હજાર તબીબો જોડાયા છે. સયાજી અને ગોત્રી બંને સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી અને આઈ.સી.યૂમાં તબીબો ફરજ બજાવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Doctor Strike, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन