ન્યૂઝ 18 ગુજરાતી: ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેટ (લેખાનુદાન) રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
ડે. સીએમ અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે, 'રાજ્યમાં ભાજપની સરકારથી સૌનો સાથ સૌનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનાં ઋણી છીએ. રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.'
'ખેડૂતોને મહત્તમ પાણી આપ્યું'
ખેડૂતો માટે બોલતા જણાવ્યું કે, 'ખેડૂતોને સિંચાઇ માટે મહત્તમ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પીએમ મોદીએ કેન્દ્રનાં બજેટમાં જે ખેડૂત માટેની જાહેરાત થઇ છે તે માટે રાજ્યનાં તંત્રએ ખેડૂતની મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે જેનાથી ખેડૂતોને લાભ મળશે.'
'સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે આદિવાસીની રોજગારીમાં વધારો થયો'
તેમણે આગળ જણાવ્યું કે 'વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું. જેના કારણે આદિવાસી લોકોમાં રોજગારીમાં પણ વધારો થયો છે.'
'ખારું પાણી પીવાલાયક બનશે'
નાણામંત્રીએ જણાવ્યું કે, 'રાજ્યમાં પાણીની અછત હોય છે, દરિયાકાંઠાનાં વિસ્તારો અને કચ્છમાં આવેલા ખારા પાણીને શુદ્ધ કરીને પીવાલાયક પાણી બનાવવા માટે આપણાં રાજ્યમાં ટેકનોલોજી વપરાશે.'
'રાજ્યનો આર્થિક વૃદ્ધિ દર વધ્યો'
-રાજ્યનો આર્થિક વૃદ્ધિ દર 11.2 ટકા થયો છે.
-દેશના જીડીપીમાં રાજ્યનો 7.8 ટકા હિસ્સો છે.
-અછત ગ્રસ્ત 96 તાલુકાઓના 6174 ગામો અસરગ્રસ્ત જાહેર કરાયા છે.
-16.27 લાખ ખેડૂતોને 1557ની ઇનપુટ સહાય આપવામાં આવશે.
-2285 કરોડનું અછત માટે પેકેજ જાહેર કરાયો
'આશાવર્કર બહેનોનાં પગારમાં વધારો'
આશા વર્કર બહેનોના પગારમાં માસિક 2000 વધારો કરાયો છે. તેમને યુનિફોર્મ તરીકે સાડી અપાશે. વિધવા બેનોને માસિક 1000 રૂપિયા મળે છે જેમનો પુત્ર 21 વર્ષનો થતા પેન્શન મળતું ન હતું એ શરત રદ કરાઈ 1250 રૂપિયા પેન્શન મળશે. આંગણવાડી કાર્યકરોના પગારમાં 900નો વધારો હવે 7200 મળશે. તેડાઘર બહેનોનાં પગારમાં 450નો વધારો થતા 3650 રૂપિયા મળશે. વૃદ્ધ પેન્શન 500થી વધારીને 750 રૂપિયા કરાયું છે.
'16.27 લાખ ખેડૂતોને 1557ની ઇનપુટ સહાય'
-અછત ગ્રસ્ત 96 તાલુકાઓના 6174 ગામો અસરગ્રસ્ત જાહેર કરાયા છે.
-16.27 લાખ ખેડૂતોને 1557ની ઇનપુટ સહાય આપવામાં આવી છે.
-2285 કરોડનું અછત માટે પેકેજ જાહેર કરાયું છે.
-રાજ્ય સરકારે ખેડૂતો ને મળતી વ્યાજ સહાય એક સાથે મળી રહે તે માટે 500 કરોડ નું રિવોલવિંગ ફંડ ઉભું કરાશે.
-પાટણ ખાતે સેક્સ સિમેન લેબોરેટરી 47.50 કરોડ ના ખર્ચે સ્થાપવા માં આવશે
-પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોનાં પરિવારને 150 રૂપિયાને બદલે પ્રતિદિન 300 રૂપિયા અપાશે.
-શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશનાં પ્રથમ 3 રાજ્યમાં સ્થાન ધરાવે છે.
'1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી'
નીતિન પટેલે ખેતી અંગેની વાત કરતા જણાવ્યું કે, 'અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને 1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી છે. 6 કરોડ 84 હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે. કૃષિક્ષેત્રે કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.30 ટકા છે. આ ઉપરાંત રાજ્યનો કૃષિ વિકાસ દર 12.11 ટકા છે. ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવા સરકારે 436 કરોડ ખર્ચ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ છે.'
'સૌથી વિશાળ સોલર પાર્ક બનશે'
અમદાવાદથી શંખેશ્વર સુધી103 કિલોમીટર 20કરોડના ખર્ચે પગદંડી બનાવવામાં આવશે. આ ઉપરાંત ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે. 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલર પાર્ક બનશે.
'બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ માટે સુવિધાઓ'
બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ માટે icds જુદી જુદી યોજના હેઠળ 2283 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો
વર્ગ ખંડોને સમૃદ્ધ કરવા માટે 1 લાખ 13 હજાર કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. ડ્રોપ આઉટ રેશિયોમાં ધટાડો થયો છે. ધોરણ 1થી 5માં 1.42 ટકા ડ્રોપ આઉટ દર નોંધાયો છે. મધ્યાહન ભોજન પાછળ1780 કરોડ નો ખર્ચ
'સૌને આવાસ પુરૂં પાડવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે'
તેમણે જણાવ્યું કે, 'સૌને માટે ઘર પુરા પાડવા માટે પ્રધાનમંત્રી આવસ યોજના હેઠળ મહાનગર પાલિકા અને નગરપાલિકા માટે 7 લાખ 64 હજાર પરિવારને આવાસ પુરા પડવાના છે. જેના પગલે હાલ 3 લાખ 87 હજાર આવસ મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે'
'રાજ્યમાં કુલ 75 ફ્લાયઓવર બનાવાશે'
રાજયની મહાનગર પાલિકા વિસ્તારમાં 54 અને નગરપાલિકા વિસ્તારમાં 21 એમ કુલ 75 ફ્લાય ઓવર બનાવવામાં આવશે. જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 10, બરોડામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3 અને જૂનાગઢમાં 2 ફ્લાય ઓવર બનશે. આ ઉપરાંત દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળ એક એક એમ કુલ 75 ફ્લાય ઓવર બનશે.
'વીજ બિલનાં મુદ્દલ, વ્યાજ અને પેનલ્ટીની તમામ બાકી રકમ માફ'
રાજયનો માથાદીઠ વાર્ષિક વીજ વપરાશ વર્ષ 2007થી 2008માં 1424 યુનિટ હતો. જે વધી ને વર્ષ 2017-2018માં 2007 યુનિટ થયો છે. આમ માથાદીઠ વીજ વપરાશમાં ગુજરાત દેશમાં આગળ છે. સને 1960 થી 2001 સુધીનાં 40 વર્ષમાં કુલ 6.49 લાખ કુર્ષિ વીજ જોડાણ આપ્યા હતા. જ્યારે છેલ્લા 18 વર્ષમાં 11 લાખથી વધુ ખેતી માટે વીજ જોડાણ આપવામાં આવ્યા છે. વીજ બિલના મુદલ, વ્યાજ અને પેનલ્ટી તમામ બાકી રકમ માફ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ વન ટાઈમ માફી યોજના હેઠળ 6.74 લાખ ખેડૂત તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના વીજ ગ્રાહકોને મળશે. જેની પાછળ 691 કરોડનાં વીજ લોનની રકમ માંડવાળ કરવામાં આવશે. ગુજરાતમાં ઉર્જાનું ઉત્પાદન 4.126 મેગાવોટ હતું જે આજે 7922 મેગાવોટ છે. જેને 2025 સુધીમાં 19.700 મેગાવોટ સુધી લઈ જવાનું આયોજન છે.
ગુજરાત બજેટ 2019માં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 97.85 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર