Home /News /gujarat /

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનાં અપહરણ કેસમાં કોર્ટે બે આરોપીને નિર્દોષ છોડ્યા

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનાં અપહરણ કેસમાં કોર્ટે બે આરોપીને નિર્દોષ છોડ્યા

આ કેસમાં રહેમાનને ભારત-નેપાળની સરહદ પરથી 2006માં પકડવામાં આવ્યો હતો જ્યારે દરજીને 2012માં દુબઇથી લાવવામાં આવ્યો હતો. 2005માં કોર્ટે છ આરોપીઓને પુરાવાનાં અભાવે નિર્દોષ છોડી મુક્યા હતા.

આ કેસમાં રહેમાનને ભારત-નેપાળની સરહદ પરથી 2006માં પકડવામાં આવ્યો હતો જ્યારે દરજીને 2012માં દુબઇથી લાવવામાં આવ્યો હતો. 2005માં કોર્ટે છ આરોપીઓને પુરાવાનાં અભાવે નિર્દોષ છોડી મુક્યા હતા.

    જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનાં અપહરણ કેસમાં અમદાવાદની ટ્રાયલ કોર્ટે બે આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા છે.  ઘટનાની વિગત એવી છે કે, 1998નાં વર્ષમાં અદાણી ગૃપનાં સ્થાપક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અપહરણ થયું હતું.
    સેશન્સ કોર્ટનાં જજ ડી.પી. ગોહિલે આરોપી ફજલ અર-રહેમન અને ભોગીલાલ દરજીને નિર્દોષ છોડ્યા છે.

    ગૌતમ અદાણી આ આરોપીઓ સામે કોર્ટમાં નિદેવન આપવા માટે હાજર રહ્યા નહોતા. તેમણે એમ કહ્યું હતું કે, આ પહેલા છ આરોપીઓની ટ્રાયલ વખતે આપેલા નિવેદનને કોર્ટ ધ્યાનમાં લઇ શકે છે. આ સિવાય, આ કેસનાં કોઇ પણ સાક્ષીઓ આ બંને આરોપીઓને ઓળખી શક્યા નહોતા.

    પોલીસની ચાર્જશીટ અનુસાર, જાન્યુઆરી 1, 1998નાં રોજ ગૌતમ અદાણી અને શાંતિલાલ પટેલનું કર્ણાવતી ક્લબ પાસેથી બંદૂકની અણીને અપણહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓ તેમને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

    ગુજરાતમાં 10 સૌથી ધનાઢ્ય લોકોને તમે ઓળખો છો? અદાણી પ્રથમ નંબર પર

    આ કેસમાં રહેમાનને ભારત-નેપાળની સરહદ પરથી 2006માં પકડવામાં આવ્યો હતો જ્યારે દરજીને 2012માં દુબઇથી લાવવામાં આવ્યો હતો. 2005માં કોર્ટે છ આરોપીઓને પુરાવાનાં અભાવે નિર્દોષ છોડી મુક્યા હતા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Gautam Adani, Kidnapping

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन