અમદાવાદ: શહેર સહિત રાજ્યભરમાં કોરોના પોતાની પકડ વધુ મજબૂત કરી રહ્યો છે. ત્યારે વધતા કોરોના કહેરથી ડરવા કરતા સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તે જોતા આગામી 15 દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. આ 15 દિવસ બતાવશે કે હવે કઈ દિશામાં જવું. એટલું જ નહીં હવે લોકો બહાર નીકળે તો સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે તેવી અપીલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5600થી પણ વધુ નવા કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 22 હજારને પાર પહોંચી ગઇ છે. અમદાવાદમાં પણ કોરોનાના 2500 કેસ સામે આવ્યા છે. તે જોતાં આગામી 15 દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. તેવું સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી જણાવી રહ્યા છે. 1200 બેડમાં કુલ 17 પોઝિટિવ દર્દીઓ દાખલ છે. જેમાં 16 કોરોનાના અને 1 ઓમિક્રોનનો દર્દી છે. આ દર્દીઓમાં 12 સ્ટેબલ છે. 2 પેશન્ટ બાયપેપ પર છે. તેઓએ વેકસીન નથી લીધી. 3 પેશન્ટ ઓક્સિજન પર છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સામે દાખલ થવાની સંખ્યા ઓછી છે.
હાલ પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે પણ ક્યારે વધશે તે કહેવું મુશ્કેલ છે. લોકોએ મેળવાળામાં જવાનું ટાળવું જોઈએ. હવે લોકો બહાર નીકળે તો સાદું કપડાંનું માસ્ક પહેરવા કરતા N95 માસ્ક પહેરવું વધુ હિતાવહ બની રહેશે તેવી અપીલ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કરી છે. કોરોનાની ત્રીજી લહેર મામલે સિવિલ હોસ્પિટલ પુરી રીતે સજ્જ છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલ મળી મેડિસિટીમાં 2500થી 3 હજારબેડની વ્યવસ્થા કરાઈ છે. 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરાયા છે. 550 ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરાઈ છે. બે ઓક્સિજન ટેન્ક 20 હજાર લીટરની કેપેસીટી સાથેની વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન જનરેટ ર પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા છે.
દવાઓમાં બીજી લહેર કરતાં દોઢ ગણી દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. કલાસ વન થી કલાસ 3 સુધીના તમામ લોકોને ટ્રેનિગ આપી દેવાઈ છે. મહત્વનું છે કે માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં કોરોના ના વધતા કેસો સામે AMC હોસ્પિટલ પણ સજ્જ બની ચુકી છે. 20 હજાર લીટર ઓક્સિજનનો જથ્થો SVP હોસ્પિટલમાં જ્યારે 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ LG હોસ્પિટલમાં અને શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડની તૈયારી કરાઈ છે.