ગુજરાતભરમાં 31મી જાન્યુઆરીથી ખુલશે આંગણવાડી, થઇ રહી છે આવી તૈયારીઓ

ગુજરાતભરમાં 31મી જાન્યુઆરીથી ખુલશે આંગણવાડી, થઇ રહી છે આવી તૈયારીઓ
બાળકોને કોરોના વાયરસથી દૂર રાખવા નક્કર પગલાં લેવા પડશે. જેની માટે આંગણવાડીની બહેનોએ અત્યારથી જ કમર કસી લીધી છે.

બાળકોને કોરોના વાયરસથી દૂર રાખવા નક્કર પગલાં લેવા પડશે. જેની માટે આંગણવાડીની બહેનોએ અત્યારથી જ કમર કસી લીધી છે.

  • Share this:
સુપ્રીમ કોર્ટના (Supreme court) ચુકાદાથી હવે આગામી ૩૧મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં આંગણવાડીની (Anganwadi) શરૂઆત થશે. જેને લઈને ગુજરાતના (Gujarat) તમામ જિલ્લામાં તૈયારીઓ શુરૂ કરી છે. અમદાવાદની જો વાત કરીએ તો, 31મી જાન્યુઆરીના રોજ બાળકો કુપોષણમાંથી સામાન્ય બને તે માટે ખાસ કામ કરવામાં આવશે. એ સાથે બાળકો ને કોરોના વાયરસ (Coronavirus) માટે જ્ઞાન આપવામાં આવશે. બાળકોને કુપોષણ માંથી પોષણયુક્ત આહાર આપી સામાન્ય કેટેગરીમાં લાવવાની સૌથી મોટી જવાબદારી સરકારની રહેશે. આમ તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 31 જાન્યુઆરીના રોજ આંગણવાડી ખુલી જશે. પરંતુ બાળકોને કોરોના વાયરસથી દૂર રાખવા નક્કર પગલાં લેવા પડશે. જેની માટે આંગણવાડીની બહેનોએ અત્યારથી જ કમર કસી લીધી છે.

બહેનો બાળકોને આવકારવાની કરી રહી છે તૈયારીઆ બહેનો આજે પણ આંગણવાડીમાં આવે છે અને ટ્રેનિંગ પ્રોગ્રામ કરે છે. આ પ્રોગ્રામ દરમિયાન આંગણવાડીની આ બહેનો એ નક્કી કર્યું છે કે, બાળકોને કોરોના વાયરસનું જ્ઞાન કેવી રીતે આપવું. આ અંગે આંગણવાડી કાર્યકર રૂપાબેન નું કહેવું છે કે, અત્યાર સુધી તેઓ માનસિક રીતે તૈયાર નહોતા. પરંતુ પરંતુ સરકાર અમારી અને બાળકોની સલામતી માટે ધ્યાન રાખે છે.સુખડી બાલભોગ  લાભાર્થીઓ લેવા માંગતા નથી, ગળ્યું ખાતા નથી, કુપોષણ વધી ગયું છે. દાળ, ઘઉં અને તેલ વિતરણ થવું જોઈએ, 25થી 30 બાળકો આવે છે. બધાને  કોરોનાનો ડર લાગે છે. બાળકોને બેસાડવા અઘરા પડે છે.

અમદાવાદ: તમને કોઇ કહે કે કારમાંથી ઓઇલ ટપકી રહ્યું છે તો થઇ જજો સાવધાન, ગઠિયાઓ આવી રીતે કરે છે ચોરી

મંથલી રિપોર્ટ આપતા હોય તેમાં સામાન્ય બાળકોની 17માંથી 5 બાળકો કુપોષણ અને તેમાંથી અતિકુપોષણમાં ગયા છે.  બાળકો માટે માર્ચથી આંગણવાડી બંધ હતી. હવે 15 બાળકોને એક દિવસમા બેસાડીશું. આવતા જતા સેનીટાઇઝર અને બાળકોને હાથ ધોવડવા અંગે જ્ઞાન આપવામાં આવશે.કોરોના કાળમાં બાળકોના વજન ઘટ્યા 

અમદાવાદમાં 48 વોર્ડમાં આશરે 2000થી વધારે આંગણવાડી આવેલી છે. જેમાં 1 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકોને ભણાવવામાં આવે છે. આ બાળકો કુપોષિત ના રહે એ માટે સરકારે પોષણ માસવાર નક્કી કરીને કામ પણ કર્યું છે. પરંતુ કોરોના વાયરસ પછી એકાએક ઘણા બાળકોના વજનમાં બદલાવ આવ્યો છે. જે બાદ હવે સૌથી મોટી ચેલેન્જ આંગણવાડીની બહેનોની છે. જેઓ કોરોના વાયરસથી બાળકોને દૂર રાખવા કેવી રીતે કામ કરે છે. આ અંગે આંગણવાડી કાર્યકર્તા આશાબેનના કહેવા પ્રમાણે,  આંગણવાડી ખૂલે તો બાળકોની પૂરેપૂરી સંખ્યા આવશે. પરંતુ સરકાર જો નિયમ કરે તો 10થી 15 બાળકો બેસાડાશે.બાળકો આવશે આવકાર આપીશું પરંતુ ડિસ્ટન્સ રહે તે સરકારે વિચારવું પડશે. વધુમાં જણાવતાં કહ્યું કે, નવેમ્બર મહિનામાં અમે બધા બાળકોના વજન કર્યા હતા જેમાંથી ઘણા બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે.10 મહિનાથી બંધ દેશમાં 14 લાખ જેટલી આંગણવાડીઓ બંધ રહી છે જ્યારે બાળકોને પોષણક્ષમ આહાર મળે તે માટે  સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે, ફરી એકવાર આંગણવાડીની શાળાઓ ખોલવામા આવે પરંતુ હજી પણ એક ડર છે કે શું માતા-પિતા બાળકોને  આંગણવાડી મોકલશે?
Published by:Kaushal Pancholi
First published:January 23, 2021, 08:39 am

ટૉપ ન્યૂઝ