રાજ્યમાં લૉકડાઉન ખૂલતા જ કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 485 પોઝિટિવ કેસ, 30નાં મોત

રાજ્યમાં લૉકડાઉન ખૂલતા જ કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 485 પોઝિટિવ કેસ, 30નાં મોત
મહાદ્રીપમાં આ વાયરસ મુખ્યત, યુરોપથી આવ્યું છે. અથવા તો શહેરી વિસ્તારો અને વ્યાવસાયિક કેન્દ્રથી તે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચ્યું છે. મોઇતીએ કહ્યું કે મને આશંકા છે કે જ્યાં સુધી પ્રભાવી વેક્સીન ના મળે ત્યાં સુધી સંભાવનાઓ સાથે જ જીવવું પડશે. આફ્રિકામાં કોરોના વાયરસ સંક્રમણના બે લાખ 54 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 6700 લોકોની આના લીધે મોત થઇ છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 290 કેસ અને 22નાં મોત, અમદાવાદમાં કોરોના વાયરસ 'બેકાબૂ'

 • Share this:
  રાજ્યમાં (Gujarat)માં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન 3 જૂનના સાંજે 5.00 વાગ્યા સુધી ગુજરાતમાં કોરોના વાયરસના 485 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 30 મોત થયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નિત્યમક્રમ મુજબ અમદાવાદ શહેરમાં (Ahmedabad Coronavirus updates) 292 કેસ નોંધાયા છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 10, આણંદમાં 1, રાજકોટમાં 2, અરવલ્લીમાં 2, મહેસાણામાં 4, પંચમહાલમાં 3, ખેડામાં 5, પાટણમાં 5, ભરૂચમાં 3, સાબરકાંઠામાં 1, દાહોદમાં 1, નવસારીમાં 2, જૂનાગઢમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ મળીને કુલ 485 કેસ પોઝિટિવ નોંધાયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 318 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 205, વડોદરામાં 43, સુરતમાં 31, બનાસકાંઠામાં 8, ગાંધીનગરમાં 6, જામનગરમાં 5, સાબરકાંઠામાં 3, સુરેન્દ્રનગરમાં 3, પોરબંદરમાં 2, વલસાડમાં 2, જૂનાગઢમાં 1, અને નવસારીમાં એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  આ પણ વાંચો :  સુરત : પેઢીએ 100 રત્નકલાકારોની હકાલપટ્ટી કરી, આ સ્થિતિમાં ગામડેથી કોણ પાછું આવશે?

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 વ્યક્તિઓનાં મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 3, સુરતમાં 2, ભાવનગર કચ્ચ અને નવસારીમાં 1 વ્યક્તિનું મોત થયું છે. આમ કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યારસુદીમાં 1122 લોકોનાં દુ:ખદ મોત થયા છે.

  દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 4783 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જ્યારે 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 4719 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 12212 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 1122 દર્દીનાં મોત થયા છે.
  Published by:News18 Gujarati
  First published:June 03, 2020, 19:39 pm

  ટૉપ ન્યૂઝ