રાહુલ ગાંધીની ઇડી તપાસના મામલે ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને નેતાઓની અટકાયત
રાહુલ ગાંધીની ઇડી તપાસના મામલે ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કાર્યકરો અને નેતાઓની અટકાયત
ગુજરાત કોંગ્રેસનો વિરોધ
વિરોધ પ્રદર્શનમાં અમિત ચાવડાએ ચીમકી આપતા જણાવ્યુ કે, 'અધિકારીઓ સમજી જાય કે કોઈપણ સરકાર કાયમી નથી. ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે આ અધિકારીઓને ધ્યાને રાખીશું.'
અમદાવાદ: રાહુલ ગાંધીની (Rahul Gandhi) એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ શહરેમાં ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress Protest) કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પહેલા જીએમડીસી પહોંચ્યા હતા. જે બાદ તેઓ ઇડીની ઓફિસ સુધી આગેકૂચ કરવાના હતા પરંતુ તેમને ત્યાં જવાની મંજૂરી મળી ન હતી. જેથી તેઓ કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જોકે, પરિસ્થિતિ કાબૂ બહાર જતા સ્થાનિક પોલીસે મનીષ દોષી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
મોટી સંખ્યામાં મહિલાઓ પણ જાડાઇ
આજ સવારથી જ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી. જેના કારણે પોલીસ દ્વારા પણ મહિલા કર્મીઓ પણ તહેનાત કરવામાં આવ્યાં છે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અધિકારીઓને ગર્ભિત ચિંમકી આપતા જણાવ્યું હતુ કે, ભાજપના રાજકીય એજન્ડા પૂર્વ કરવા અધિકારીઓ હાથાના બંને અધિકારીઓ કોંગ્રેસના નેતા-કાર્યકરોને ખોટીરીતે કનડવાનું બંધ કરે. અધિકારીઓ સમજી જાય કે કોઈપણ સરકાર કાયમી નથી. ભવિષ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે આ અધિકારીઓને ધ્યાને રાખીશું.
વીરજી ઠુમ્મરનાં દીકરી જેની ઠુમ્મરે પોલીસ પર લગાવ્યો આરોપ
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ કે, ધારાસભ્યો ઉપર ખોટા કેસો કરે, ઉચ્ચ અધિકારીઓને દબાવે. અહીંયા બેઠેલો એક પણ ધારાસભ્ય એમની દાદાગીરીને વશ નથી થતો. અંગ્રેજોની સામે કોઈ કોંગ્રેસના સત્યાગ્રહીએ પીઠમાં ગોળી નથી ખાધી. ફાંસીના ફંદાને ચૂમીને ફાંસીએ ચઢતા. આંદામાન નિકોબાર કાળા પાણીની સજામાં પણ જતા. એક બીજો પક્ષ હતો કે, અંગ્રેજોને કહેતો હતો કે કોંગ્રેસના લોકોને મારો. રાહુલ ગાંધી આર.એસ.એસ.ના મૂળમાં મીઠું નાખે છે.ભૂલ કરી રાહુલ ગાંધી ઉપર હાથ નાખીને, ઇતિહાસ પર નજર કરી હોત તો ખ્યાલ આવી જાત કે, આ ન કરવું જોઈએ. ભાજપની 7 પેઢીઓને ઓળખીએ છીએ.
અમિત શાહે આ પહેલા જણાવ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટી અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને રાજકીય આગેવાનો અને લોકોને હેરાન કરી રહી છે. દેશના મોટા ઉદ્યોગપતિઓને ક્યાં કોઈ તપાસ થતી નથી પરંતુ માત્ર રાજકીય આગેવાનોને ત્યાં તપાસ કરવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે,ભારતમાં કોઈની કાયમી સરકાર રહી નથી, કોંગ્રેસના સમયમાં લોકહિતના કાર્યો થતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મોંઘવારી બેરોજગારી તરફ કોઈ ધ્યાન આપ્યું નથી જેને કારણે મોંઘવારીમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે એટલું જ નહીં ભ્રષ્ટાચાર પણ ખુબ વધી ગયો છે અને લોકો હેરાન પરેશાન છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર