છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જે અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. કોંગ્રેસનો આરોપ છે કે ભગવાન બારડને બંધારણ વિરુદ્ધ જઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિક્ષપ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ઉગ્રે દેખાવો શરૂ કર્યા છે. અહીં પરેશ ધાનાણીએ જણાવ્યું કે સરકારના દબાણથી ભગવાન બારડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રજૂઆત છતા રાજ્યપાલ તરફથી કોઇ જવાબ મળ્યો નથી. વિધાનસભાના અધ્યક્ષના હાથ બંધાયેલા છે. સસ્પેન્શન મુદ્દે ફરી વિચાર કરવા વિધાનસભાના અધ્યક્ષ તૈયાર નથી.
છેલ્લા કેટલાક દિવસથી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ હવે આક્રમક મૂડમાં આવ્યા છે. બુધવારે તેઓ વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવી હતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર