Home /News /gujarat /પેપર લીક: Gujarat Congress બાઇક રેલી કાઢે તે પહેલા જ નેતા, ધારાસભ્યો, કાર્યકર્તાઓની અટકાયત

પેપર લીક: Gujarat Congress બાઇક રેલી કાઢે તે પહેલા જ નેતા, ધારાસભ્યો, કાર્યકર્તાઓની અટકાયત

કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓની અટકાયત

Gujarat paper leak: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યુ હતુ.

અમદાવાદ : રાજયમાં બિનસચિવાલયની (GSSSB) હેડક્લાર્કની (head clerk paper leak) ભરતીની પરીક્ષાના પેપરલીક મામલે આજે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા બાઇક રેલીનો (bike rally protest) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરના પાલડીમાં આવેલા ડો. રાજીવ ગાંધી ભવનથી (Rajiv Gandhi Bhavan) કલેક્ટર કચેરી સુધીની બાઇક રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ અંગે તેમને મંજૂરી આપવામાં આવી ન હતી. તોપણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત NSUIના નેતાઓએ રેલી કાઢવાની તૈયારી બતાવી હતી. જેના કારણે પોલીસે ત્યાં ભારે બંદોબસ્ત ગોઢવી દીધો હતો અને કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

પોલીસનો સઘન બંદોબસ્ત

પાલડી રાજીવ ગાંધી ભવનથી રેલી કાઢવા જઈ રહેલા કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર NSUIના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે રાજીવ ગાંધી ભવનને ઘેરીને તમામ રસ્તાઓ પર પોલીસની ગાડીઓ મૂકી દીધી હતી.

'યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપના રોળાયા'

હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપીને છ મુખ્ય માંગણી કરી હતી. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપના રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર માત્ર ચોપડા પર જ રહી જાય છે.



'ભાજપ લાજવાને બદલે ગાજે છે'

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પેપર લીક મામલે જણાવ્યું હતુ કે, પેપર લીક મામલે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યુ છે. આ કૌભાંડના આરોપીઓને છાવરવાના સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસ સરકારને ઘેરવા માટે મક્કમ છે અને રસ્તા પર પણ ઉતરશે. તેમણે કહ્યું કે, ગુજરાતના યુવાનો જ નહીં, પણ નાગરિકો પણ ભાજપના શાસનમાં કેટલા પેપર ફૂટ્યા તે જાણે છે. પેપર ફોડવાના કૌભાંડમાં ભાજપની ઈવેન્ટમાં સામેલ લોકો સંકળાયેલા છે.
First published:

Tags: GSSSB, Paper leak, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો