લોકસભા ચૂંટણી પહેલા એક તરફ કોંગ્રેટના પીઢ નેતાઓ પક્ષ છોડીને જતા રહેવાનું ચાલું છે, તો બીજી બાજુ બાકી બચેલા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના પીઢ નેતાઓમાંથી એક એવા ભગવાન બારડને ખનીજ ચોરના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે. આ બાબતને લઇને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરી દેવાતા ગુજરાત કોંગ્રેસ રોષે ભરાઇ છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા અમદાવાદ ખાતે બેઠક બાદ જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલથી એટલે કે બુધવારથી રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે. જે અંતર્ગત જિલ્લા ક્લેક્ટરને આવેદન પત્ર પાઠવશે. એટલું જ નહીં વિધાનસભા અધ્યક્ષે કરેલા નિર્ણયને કોંગ્રેસ હાઇકોર્ટમાં પડકારશે.
કોંગ્રેસનો આરોપ ભાજપના ધારાસભ્ય કેમ સસ્પેન્ડ ન કરાયા ?
પોતાના પક્ષના ધારાસભ્યને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે જો ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ પહેલા બાબુ બોખિરિયાને શા માટે સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા? બાબુ બોખિરિયાને કોર્ટે ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. બાબુ બોખિરિયાને વર્ષ 2013માં કોર્ટે આ સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર