Home /News /gujarat /

ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું : અશોક ગહલોત

ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું : અશોક ગહલોત

ગુજરાત કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન કરવામાં આવ્યું.

'યુવાનો બેરોજગાર બની રહ્યા છે, નોકરીઓ ઘટી રહી છે. મોંઘવારી વધી રહી છે, ડુંગળીનાં ભાવ આસમાને જઇ રહ્યા છે. જોરશોરથી સરકાર ગુજરાતમાં બની પણ ખેડૂતોનાં હાલ બેહાલ છે.'

અમદાવાદ : કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ, બેરોજગારી, મંદી, જીએસટી ,પાક વિમા યોજના જેવી બાબતો સામે આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. જેને જનવેદના આંદોલન નામ આપવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ સહિત રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસનાં જનવેદના આંદોલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજય સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા. અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. અશોક ગહલોતે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું કે, નોટબંધી દેશને બરબાદ કરી દેશે તેવી ડો. મનમોહનજીને આશંકા હતી તે જ થઈ રહ્યું છે. દૂર્ભાગ્યની વાત છે કે, એ વાતની સમજ NDA સરકારને નરેન્દ્ર મોદી ને ન આવી. દેશની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે જેથી દેશભરમાં કોંગ્રેસ રસ્તા પર આંદોલન માટે ઉતરી છે. દરેક જગ્યાએ સફળતા મળી રહી છે. યુવાનો બેરોજગાર બની રહ્યા છે, નોકરીઓ ઘટી રહી છે. મોંઘવારી વધી રહી છે, ડુંગળીનાં ભાવ આસમાને જઇ રહ્યા છે. જોરશોરથી સરકાર ગુજરાતમાં બની પણ ખેડૂતોનાં હાલ બેહાલ છે.

આ પણ વાંચો : રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ : આરોપીની માહિતી આપનારને રૂ. 50 હજાર આપવાની જાહેરાત

રાજકોટની એક સ્કૂલમાં દારૂનો જથ્થો મળી આવવા મામલે તેમણે જણાવ્યું કે, 'મેં પહેલા પણ કહ્યું હતું કે, શરાબ પીવાનું અહીં ચલણ છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રીએ મારા નિવેદનને સમજીને અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે વાતચીત કરવાની જરૂર હતી. દારૂની એન્ટ્રી બંધ કરવાની જરૂર હતી. પરંતુ મારા નિવેદનને તોડી મરોડી ને પ્રસ્તુત કરવામાં આવ્યું. અશોક ગહલોતે ગુજરાતવાસીઓની બેઇજ્જતી કરી તેવું કહેવામાં આવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી માં જનતાએ તેમને જવાબ આપી દીધો છે. જનતાએ તેમને શબક શીખવાડ્યો છે. ખેડૂતોને રાહત મળે તેવું અમે ઈચ્છીએ છીએ. આજે ખેડૂતો કેમ નારાજ છે તેનો સરકાર જવાબ આપે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Congress, ગુજરાત

આગામી સમાચાર