ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress president) 33માં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર (Jagdish Thakor) પદભાર સંભળાવવા જઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પર કોણ કોણ રહી ચૂક્યા છે તે અંગે આજે આપણે વિસ્તૃત માહિતી જોઇએ.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પર ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓ રહી ચૂક્યા છે જેમાં સરદર વલ્લભભાઈ પટેલનું નામ પ્રથમ હરોળમાં છે. આ સાથે જ ગુજરાતના વિકાસના પાયામાં રહેલા હિતેન્દ્ર દેસાઇથી લઈને માધવસિંહ સોલંકી જેવા અનેક નેતાઓ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. છેલ્લા 25વર્ષથી ગુજરાત કોંગ્રેસ સત્તાવિહોણી છે. જેમાં વર્ષ 1998થી ભાજપની સરકારનું રાજ્યમાં શાસન છે. વર્ષ 2001થી 2021ના બે દાયકાઓ સુધી 8 કોંગ્રેસ પ્રમુખ બદલાયા છે. ઓબીસી સમાજ, આદિવાસી સમાજમાંથી સ્થાન મેળવ્યું છે. માત્ર 2008થી 2011 પાટીદાર સમાજમાંથી પ્રમુખ સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસનું સુકાન સભાળ્યું હતું. ત્યારે પુનઃ એક્વાર કોંગ્રેસ પાર્ટી જગદીશ ઠાકોરની પસંદગી કરી ઓબીસી કાર્ડ ખેલ્યું છે.
અત્યારસુધી અનેક પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ચૂંટણી લડાઈ પરંતુ ધાર્યું પરિણામ મેળવવા માં કોંગ્રેસ નિષ્ફળ નિવળી છે. આ ઉપરાંત વર્ષ 2017 બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સફળ નથી થઈ અને તેવામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ હાઇકમાન્ડના પદેથી રાજીનામું ધરી દીધું હતું. છેલ્લા ઘણાં સમયથી પ્રદેશ પ્રમુખનું કોકળું ગૂંચવાયેલું હતું અને આખરે હાઇકમાન્ડે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા છે. ત્યારે આજે, સોમવારે જગદીશ ઠાકોર 33માં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ લેશે. જેમાં જગદીશ ઠાકોર સામે પડકારો અનેક છે તેમાં કેટલા સફળ થાય છે તે આવનાર સમય બતાવશે.