Home /News /gujarat /ભાજપના ઇશારે જાણી જોઇને પેપર લીક કરવામાં આવે છેઃ પેપર લીક મુદ્દે અમિત ચાવડા
ભાજપના ઇશારે જાણી જોઇને પેપર લીક કરવામાં આવે છેઃ પેપર લીક મુદ્દે અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે સોમવારે લાક રક્ષક દળ પેપર લીક મુદ્દે ભાજપ સરકાર ઉપર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે આ સમગ્ર ઘટના ભાજપના ઇશારે થઇ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
રવિવારે ગુજરાતના આશરે નવ લાખ જેટલા ઉમેદવારોના પોલીસ બનાવાના સપના ઉપર પાણી ફરી વળ્યું હતું. જ્યારે લોક રક્ષકની ભરતી માટેની લેખીત પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યારબાદ સત્તાવાર રીતે આ પરીક્ષાને રદ કરી દીધી હતી. આ સાથે જ ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. સાથે સાથે કોંગ્રેસના નેતાઓ ભાજપ સરકારની આ ઘોર બે દરકારી અંગે પ્રહારો ઉપર પ્રહારો કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે સોમવારે લાક રક્ષક દળ પેપર લીક મુદ્દે ભાજપ સરકાર ઉપર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે આ સમગ્ર ઘટના ભાજપના ઇશારે થઇ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરએસએસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના નજીકના લોકો અને પોતાના મળતીઆયોને સરકારી નોકરીમાં અગ્રીમતા મળે તે માટે રિમોર્ટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારના ઇશારે આ બધું બની રહ્યું છે. આમ ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું કામ આ ભાજપના સાશકો કરી રહ્યા છે. જે ગૃહવિભાગ મુખ્યમંત્રીની સીધી દોરવણી હેઠળ છે. તો તેમને આ અંગે મુખ્યમંત્રીએ જવાબદારી સ્વીકારીને ગુજરાતની જનતાને જવાબ આપે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની ગઇકાલે લેનારી પરીક્ષાનું પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી હતી. જે મામલામાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી., રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે. જેમાંથી હજી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આપણે આ ઘટનાનો આખો ક્રમ જાણીએ.
સવારે પોલીસ ભરતી બોર્ડનાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર ભરત બોરાણાને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટલની રેક્ટર રૂપલ શર્માએ એક વોટ્સએપ મેસેજ કર્યો હતો. જેમાં સવાલોનાં જવાબો હતાં. રૂપલે બોરાણાને પૂછ્યું કે શું આ પરીક્ષામાં પૂછાયેલા સાચા સવાલોનાં જવાબ છે. બોરાણાએ જણાવ્યું કે મને ખબર નથી કે કયા સવાલો પૂછાયા છે. ત્યારબાદ બોરાણાએ ભરતી બોર્ડનાં અધ્યક્ષ વિકાસ સહાયને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
સહાયે તેને તે પેપર વોટ્સએપથી મોકલવા જણાવ્યું. સહાયને જ્યારે વોટ્સએપથી આ જવાબો મળ્યાં ત્યારે તે પણ એ જોઇને ચોંકી ગયા હતા કેમકે મોટાભાગનાં જવાબો પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલોનાં જ હતા.હજુ પ્રશ્નપત્રનાં પેકેટ ખૂલવાને ઘણી વાર હતી તે પહેલાં જ આ પેપરનાં સવાલો લીક થતાં સહાયે બોર્ડની તાત્કાલિક મીટીંગ બોલાવીને આ પરિક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.