લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષો ચૂંટણી લક્ષી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે સોમવારે રાજીવ સાતવે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અમારી રણનીતિ પ્રમાણે અમે કોંગ્રેસને જીતાડવા આગળ વધીએ છીએ.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા અને કોંગ્રેસને જીતાડવાની દિશામાં અમારી રણનીતિ ચાલુ છે અને નિશ્વિત રૂપથી સારા પરિણામો અમારા તરફથી ચોક્કસ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું ક, ગુજરાતની જનતા દ્વારા કોંગ્રેસના કાર્યકરોને સારો પ્રતિસાર મળી રહ્યો છે. અમારી રણનીતિ પ્રમાણે અમે કોંગ્રેસને જીતાડવા માટે આગળ વધી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આવતી કાલે સિનિયર નેતાઓ સાથે બેઠક કરાશે. અને સિનિયર નેતાઓના માર્ગદર્શનથી આગળ ચાલીએ છીએ. ભાજપી જેમ માર્ગદર્શક મંડળમાં મૂકીને અવગણના નથી કરતા. આમ કોંગ્રેસ યોગ્ય ટ્રેક ઉપર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છેકે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેમણે અમદાવાદની મુલાકાત લીધી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર