વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે સત્તાની દૂર રહી, પરંતુ હવે કોંગ્રેસી નેતાઓએ આક્રમક વિપક્ષની ભૂમિકા નિભાવવાનું મન બનાવી લીધું છે. વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસી ધારાસભ્યોને તાલીમ અપાશે. જેમાં દિલ્હીથી આવેલી ટીમ વિધાનસભા ગૃહમાં ભાજપ સરકારને ઘેરવા, મુદ્દા ઉઠાવવા તેમજ સંસદીય બાબતોથી વાકેફ કરશે.
19મી ફેબ્રુઆરીથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે, અને તે પહેલા જ કોંગ્રેસે વિધાનસભામાં સત્તા પક્ષને ઘેરવા માટેની રણનીતિ બનાવી છે. પહેલીવાર વિધાનસભાની ચૂંટણી જીતેલા કોંગ્રેસના ધારાસભ્યોના કલાસ લેવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 77 ધારાસભ્યોનો વિજય થયો હતો. જેમાંથી 45 કરતા પણ વધુ ધારાસભ્યો પ્રથમ વખત વિજેતા થયેલા છે. એટલે વિધાનસભા ગૃહમાં કેવી રીતે પ્રશ્નો ઉઠાવવા, ગૃહના શું નિયમ છે તે અંગે માહિતી આપવામાં આવશે. જેના માટે દિલ્હીથી સિનિયર નેતાઓ અને નિષ્ણાતોની વિશેષ ટીમ ગુજરાત આવશે. આટલું જ નહી પાર્ટીના ઇતિહાસની માહિતી આપવા માટે જવાબહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યુટથી ત્રણ સભ્યો આવશે.
છેલ્લા બે દાયકામાં સૌ પ્રથમવાર કોંગ્રેસ વિધાનસભામાં 80 બેઠકો નજીક પહોચી છે. ત્યારે હવે તાલીમ બાદ એક સશક્ત વિરોધ પક્ષ બનીને કોંગ્રેસ ઉભરશે કે કેમ તે જોવું રહ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર