Home /News /gujarat /

'કોંગ્રેસમાં મને મજા નહોતી આવતી એટલે ભાજપમાં જોડાયો'

'કોંગ્રેસમાં મને મજા નહોતી આવતી એટલે ભાજપમાં જોડાયો'

  આશાબેન પટેલ બાદ કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યા બાદ વિધઇવત રીતે ભાજપમાં જોડાયા છે. અમદાવાદ ખાતે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

  કમલમ ખાતે પત્રકારો સાથે વાતચિતમાં જવાહર ચાવડાએ જણાવ્યું કે હું તમામ હિસાબ ચૂકતો કરીને આવ્યો છું. કોંગ્રેસમાં મને કોઇ વાંધો ન હતો. પરંતુ  છેલ્લા એક વર્ષથી મુંજાતો હતો. તથા

  જવાહર ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં મને મજા ન આવતી એટલે ભાજપમાં જોડાયો છું. આથી લોકો જેમ નવી હોટલમાં જમવા જાય તેમ નવી પાર્ટીમાં આવ્યો છું. કોંગ્રેસ પ્રત્યે મને કોઇ અસંતોષ નથી. ભાજપમાં મને જે કામ સોંપવામાં આવશે તે હું નિષ્ઠાથી કરીશ.

  જવાહર ચાવડાએ  વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ બાબતે નિવેદન આપતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતુ કે, 'જવાહર ચાવડાએ પોતાના રાજીનામા અંગે કોઈ કારણ આપ્યું નથી. સ્વેચ્છાએ રાજીનામું આપતા તેનો સ્વિકાર કરવામાં આવ્યો છે.'

  જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે. તેના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવતા હતા. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

  જવાહર ચાવડાની જન્મ 20 જુલાઇ, 1964ના રોજ ધોરાજી તાલુકાના ભડજડીયા ગામ ખાતે થયો હતો. જવાહર ચાવડાએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જવાબહ ચાવડાએ મીતાબેન સાથે લગ્ન કર્યા છે. દામ્પત્ય જીવનથી તેમને એક દીકરો અને દીકરી છે.

  રાજકીય કારકિર્દી

  જવાહર ચાવડા પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પરથી 1990-95ના વર્ષમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2007, 2012 અને 20187માં તેઓ માણાવદર બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસ, ભાજપ

  આગામી સમાચાર