ગાંધીનગર: કોંગ્રેસનાં નવાં ચૂંટાયેલા ધારાસભ્યો માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવાં ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભાના પાઠ ભણાવવામાં આવશે. કોંગ્રેસના 77 ધારાસભ્યમાંથી 45 ધારાસભ્યો નવા છે. જેઓ પ્રથમ વખત ગૃહમાં જવાના છે. તેમને તાલીમ આપવામાં આવશે.
આજથી પ્રશિક્ષણ શિબિરનું આયોજન
તારીખ 9,10 અને 11 ફેબ્રુઆરીએ પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ દહેગામ-ગાંધીનગર હાઈવે પર આવેલા એક ખાનગી રિસોર્ટમાં યોજાશે. અને આ શિબિરમાં દિલ્હીથી નિષ્ણાતો ગૃહની
કામગીરીથી અવગત કરાવશે.
ભાજપને હરાવવાનો છે પ્લાન
દિલ્હીથી આવનારી ટીમ કોંગ્રેસી સભ્યોને ભાજપ સરકારને ઘેરવા માટે રણનિતિ પણ ઘડવામાં આવશે. અને ખાસ વિધાનસભા ગૃહની કામગીરી અંગે જાણકારી અપાશે.
મિશન 2019
કોંગ્રેસ ઇચ્છે છે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપને કાંટે કી ટક્કર આપે આ માટેની તૈયારીઓ તેમણે હાલથી જ શરૂ કરી દેવી પડશે. જેથી આ તૈયારીનાં ભાગ સ્વરૂપે ગુજરાતનાં નવા ચૂંટાયેલા સભ્યો માટે ખાસ ક્લાસ ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર