ભાવિક આચાર્ય, અમદાવાદઃ ગુજરાતમાં અતિવૃષ્ટિ અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે મુશ્કેલી પેદા થઈ છે. લોકો હેરાન થઈ રહ્યા છે. બીજી તરફ જે મૃત્યુ થાય તે નીવારી શકાય તેવુ કોઈ પણ આયોજન રાજ્ય સરકાર પાસે નથી. ગુજરાત પાણીથી ત્રસ્ત છે અને મુખ્યમંત્રી રશિયામાં ફરે છે.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતાં કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ રશિયામાં જવાને બદલે લોકોની વચ્ચે રહેવું જોઈએ. અનેક દરીયાકાઠામાં માછીમારોનાં મુત્યુ થયા છે. એવામાં માછીમારોને રોકવાની જવાબદારી તંત્રની હતી. આ બધી જાનહાની રોકી શકાય એમ હતી. માત્રને માત્ર તંત્રની બેદરકારીને કારણે આટલી જાનહાની થઈ છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની હાલત ખરાબ છે.
તેઓએ વધુમાં કહ્યું કે જમીનો ધોવાઈ ગઈ છે તેવા ખેડૂતોને સહાય આપવી જોઈએ. વાવડીમાં 7 લોકોના મૃતદેહ મળ્યા જેમાં ભષ્ટ્રચારની ગંધ આવી રહી છે. કારણ કે
ભાલના વિસ્તારમાં મીઠાના અગરનો પરવાનગી આપવામાં આવી. લાખો રુપિયાનો ભષ્ટ્રચાર કરીને જમીન આપી જેના માટે સરકાર જવાબદાર છે. અને આજે તે જગ્યાઓમા પાણી ભરાયુ તેના કારણે રસ્તાઓ ધોવાય ગયા અને લોકોનું મોટું નુકશાન વેઠવું પડ્યું.
રૂપાણીએ રશિયા ફરવાને બદલે ગુજરાતમાં રહીને નુકશાન થયું તેને તાત્કાલિક પૂરતી સહાય કરવી જોઈએ. પોતાના બદલે કોઈ અન્ય મંત્રી પણ મોકલી શકાતા હતા. બચાવ કામગીરીમાં ઢીલાશ રાખવામાં આવી એના કારણે આટલી જાનહાની થઈ છે ત્યારે બેદરકારો સામે ક્રિમિનલ કેસ કરવામાં આવે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર